વડોદરામાં પિત્ઝા શોપમાં લાગી આગ, ઉપર આવેલી ઓફિસો અને હોસ્પિટલ પણ આવી આગની ચપેટમાં
વડોદરા, ૧૩ નવેમ્બર, વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલી એક પિઝા શોપમાં આજે સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. પિઝા શોપમાં લાગેલી આગ કોમ્પલેક્સમાં ઉપરના માળે આવેલી વિમેન્સ હોસ્પિટલુ સુધી પ્રસરતા હોસ્પિટલમાં પણ દોડધામ મચી હતી. રેસ્ટોરન્ટમાં રહેલી ફાયર સિસ્ટમ યોગ્ય સમયે જ ચાલુ ન થતા ત્યાં હાજર સૌ કોઈની ચિંતા વધી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. એક મહિલાની ડિલિવરી કરવાની હતી ત્યારે જ આગ લાગતા તબીબો દ્વારા તે મહિલાને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધાં હતાં.
રેસ્ટોરન્ટમાં મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થયું હતું. સદનસીબે સવારનો સમય હોવાથી રેસ્ટોરન્ટમાં કોઈ ગ્રાહકો હતા નહીં. બીજા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતાં જે ત્રીજા માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર મહદંશે કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પિઝાના ઓવનમાંથી આગ લાગી હતી. ત્યારબાદ આગ એટલી વધી હતી કે કાચ તૂટવા લાગ્યા હતા. આસપાસની ઓફિસના લોકો ગભરાઈ ગયા હતા. , બીજા માળે આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતાં જે ત્રીજા માળે આવેલી અવનિ વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટને ભૂતકાળમાં નોટિસ આપવામાં આવેલી છે. પરંતુ, તે પૂર્તતા કરવામાં આવેલી નથી તે અંગે કાર્યવાહી કરાશે. સાથે કહ્યું હતું કે, અમે નોટિસની પૂર્તતા કરવા માટે જાણ કરતા હોઈએ છીએ. જે તે મિલ્કતધારકની જવાબદારી છે કે નોટિસની પૂર્તકા કરે. આપણે નોટિસ સિવાય કંઈ ન કરી શકાય. ફાયર એનઓસી મામલે આપણે એએમસી(એન્યુઅલ મેઈન્ટેન્નસ કોન્ટ્રાક્ટ) લેતા હોઈએ છીએ. તે જગ્યાએ તેઓને પોતે જ કાર્યવાહી કરવાની હોય છે તે લોકો સિસ્ટમનું મેઈન્ટેનન્સ કરતા હોય છે.
આ પણ વાંચો…ગર્લફ્રેન્ડ – બૉયફ્રેન્ડ આલિંગન કે ચૂંબન કરે એ ગુનો છે? જાણો શું આપ્યો હાઈકોર્ટે ચુકાદો?