બોટાદ રેલવે સ્ટેશન પર ઉભેલી પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, ત્રણ ડબ્બા બળીને ખાખ
ગઈકાલે બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બોટાદથી સુરેન્દ્રનગર જતી આ ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 પર ઉભી હતી. બોટાદ રેલ્વે સ્ટેશન પર ઊભેલી પેસેન્જર ટ્રેનમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને બે કલાકની ભરે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : ચૂંટણી લડવા જઈ રહેલા ભાજપના આ નેતા પાસે છે 1609 કરોડની સંપત્તિ !
મળતી માહિતી અનુસાર બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પર પેસેન્જર ટ્રેન ઉભી હતી. આ ટ્રેન સાંજે સાત વાગ્યે બોટાદથી સુરેન્દ્રનગર જવા રવાના થાય છે. ટ્રેનના ત્રણ ડબ્બાઓમાં આગ લાગી હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગ કાબૂ લેવા માટે પહેલા સ્ટેશન પર ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પણ તેનાથી કોઈ મોટી સફળતા ન મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ ફાયર બ્રિગેડના જવાનો અને ત્રણ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.