અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

નિકોલમાં LED બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગી, ફાયર NOC નહીં હોવાનો ખુલાસો

Text To Speech

અમદાવાદ, 22 મે 2024, ગરમીને કારણે આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર સ્થિત LED બનાવતી ફેક્ટરીના ગોડાઉનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. જે ગોડાઉનમાં આગ લાગી હતી ત્યાં ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેના માલિક પાસે ફાયર NOC નહીં હોવાનો ખુલાસો થયો છે.ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે શહેરના નિકોલ વિસ્તારમાં રિંગરોડ પર વૈભવ એસ્ટેટની બાજુમાં આવેલા રામદેવ એસ્ટેટમાં લાઈટ પેલેસ નામના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જેથી નિકોલ ફાયર સ્ટેશનની ટીમને જાણ કરવામાં આવતા અધિકારી સહિત સાત જેટલી ગાડીઓ સાથે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ત્યાર બાદ સીડી વડે ઉપર પહોંચી તેમાં રહેલા ધુમાડાને દૂર કર્યો હતો.રામદેવ એસ્ટેટમાં 6, 7 અને 8 નંબરમાં લાઈટ પેલેસ નામનું ગોડાઉન આવેલું છે. જેના માલિક ચંદ્રેશ પરષોત્તમભાઈ સોલરિયા છે.

માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી
એલઇડી લાઈટના રો મિટીરિયલ્સ બનાવવાનું આ ગોડાઉન છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળના આ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે લાઈટ પેલેસના માલિક દ્વારા ફાયર બ્રિગેડની NOC લેવામાં આવી નહોતી. જેને લઇને અનેક સવાલ ઊભા થયા છે. પૂર્વ વિસ્તારમાં આવેલા આ એસ્ટેટમાં મોટું ગોડાઉન હોવા છતાં પણ માલિક દ્વારા કેમ ફાયર એનઓસી લેવામાં નહોતી આવી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ એસ્ટેટમાં ફાયર એનઓસી લેવામાં આવી છે કે કેમ તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહીં તેને લઈને પણ હવે અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચોઃગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર

Back to top button