ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં લાગી આગ, 1 બાળકનું મૃત્યુ 30 લોકોને રેસ્ક્યૂ કરાયા

Text To Speech
  • વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેવી સ્થિતિ નથી
  • જીવ બચાવવા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો
  • ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદના દાણીલીમડામાં આવેલ ખ્વાઝા ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં આગ લાગતા 21 દિવસના બાળકનું મોત થયુ છે. તેમજ 3 લોકો દાઝ્યા છે. તથા 30 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. આગ પાર્કિંગથી લઇ 6 માળ સુધી પ્રસરી હતી. જેમાં જીવ બચાવવા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.

વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેવી સ્થિતિ નથી

ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોને LG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. આગની ઘટના બાદ સ્થાનિકોનો આક્ષેપ છે કે સમગ્ર વિસ્તારમાં દબાણોનો રાફડો ફાટ્યો છે.

દબાણોના લીધે ફાયરની ટીમને પહોચતા મોડુ થયાનો આક્ષેપ છે. દબાણના લીધે ફાયરની ટીમને મોડુ થતા આગ વધુ પ્રસરી હતી. વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકે તેવી સ્થિતિ નથી.

ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમા લીધી

શહેરના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. ત્યારે આગ છ માળ સુધી લાગી ગઇ હતી. જેમાં ત્રણ લોકો દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમા લીધી હતી.

Back to top button