કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં ગેસ લીકેજ થતા ભયંકર આગની ઘટના, 5 લોકો ગંભીર રીતે દઝાયા

Text To Speech

રાજકોટ શહેરની ભાગોળમાં આવેલ મોટોડ-GIDC નજીકની એક ઓરડીમાં ગેસ લીકેજ થતા આગ ભબુકી ઉઠી હતી. જે આગમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જીઆઈડીસીના ગેટ નં.2 ખાતેની ’40 ઓરડી’ તરીકે ઓળખાતી બિલ્ડીંગની ઓરડીમાં અચાનક ધડાકાભેર અવાજ સાથે ભયંકર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.

રાજકોટમાં ગેસનો બોટલ લીકેજ થતા આગ

મળતી માહિતી મુજબ રાજકોટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ધડાકા સાથે ભયંકર આગ ભબુકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે તે તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત: આચારસંહિતાના ભંગ કરતા ભાજપ કોર્પોર્ટરની કરાઈ અટકાયત

5 લોકો ગંભીર રીતે દઝાયા

જીઆઈડીસીના ગેટ નં.2 ખાતેની ’40 ઓરડી’ તરીકે ઓળખાતી બિલ્ડીંગની ઓરડીમાં અચાનક ધડાકાભેર અવાજ સાથે ભયંકર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ત્યારે આગને જોતાના આસપાસ રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઓરડીમાં દાઝી ગયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ પણ આગની ઘટના

આ અગાઉ બે મહિના પહેલા જ આ વિસ્તારમાં આગની ઘટના બની હતી જે બાદ રાજકોટના જેતપુરમાં પણ કારખાનામાં મગફળીની ફોતરીમાં આગ લાગી હતી. ધટનાની જાણ થતા નગરપાલિકાની 2 ફાયરફાટર ગાડી ટીમ સાથે ધટના સ્થળે પહોચી આગ કાબુમાં લેવામાં આવી હતી. જોકે, સદનશીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ રાહતના શ્વાસ લીધો હતો.

Back to top button