ટ્રેન્ડિંગનેશનલ

દોરાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો તાત્કાલિક દોડી આવી

Text To Speech

મુંબઈ: મહારાષ્ટ્રના થાણેમાં એક દોરાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, થાણેના ભિવંડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે ઝડપથી ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. જો કે, ફાયરવિભાગની ટીમ માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી હતી. સુરક્ષા કર્મીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ કેવી રીતે લાગી તેના પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાથી કરોડોનું નુકસાન પહોંચ્યું છે.

મુંબઈમાં પણ એક ઈમારતમાં આગ લાગી હતી

આ સિવાય બુધવારે સવારે મુંબઈના ભાયખલામાં પણ આગનો બનાવ બન્યો હતો. અહીં એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આગ પર કાબૂ મેળવવા માટે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે, પ્રાપ્ત માહિતી અનુસાર, કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફ્ટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી, અમદાવાદમાં આગના બનાવો જાણી રહેશો દંગ

Back to top button