ગુજરાતફૂડ

ખેડામાં કોકાકોલા કંપનીને ફટકારાયો રૂ.15 લાખનો દંડ

  • ફ્રોજન ઓરંજ પલ્પના નમુના 2022માં મિસબ્રાન્ડ જાહેર થતા કાર્યવાહી 
  • RAC દ્વારા કરાઈ કડક કાર્યવાહી

ગાંધીનગર, 17 મે : ખેડાના ગોબલજ ગામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડો. એચ. જી. કોશિયાની સૂચનાથી નડિયાદ વિભાગની કચેરી દ્વારા વર્ષ 2022માં પાડવામાં આવેલા દરોડા દરમિયાન ફ્રોજન ઓરંજ પલ્પના નમુના મિસબ્રાન્ડ જાહેર થતા રૂ.15 લાખના દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ કચેરીને મુ. ગોબલજ, તા. ખેડા જિ. ખેડા ખાતે તા. ૧૪-૦૬-૨૦૨૨ ના રોજ રૂટીન તપાસ દરમિયાન લેબલીંગની મિસ્ટેકવાળા ઇમ્પોટેડ ફ્રોઝન ઓરેંજ પલ્પ ના સ્ટોરેજ પેઢી કોલ્ડ મેન લોજીસ્ટીક પ્રા. લી. ને. હાઈવે નં. ૮, મુ. પો. બીડજ તા જી. ખેડામાં પેઢી હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ  પ્રા. લી., મુ. ગોબલેજ તા. માતર જી. ખેડા નો ઈમ્પોર્ટ કરાયેલા ઈનગ્રેડીયેન્ટસ (ફ્રોઝન ઓરેન્જ પલ્પ-પીસ રીવર બ્રાંડ-૨૦ કિગ્રા. પેક બોક્સ X ૪૦૦ બોક્સ = ૮૦૦૦ કિગ્રા) નો જથ્થો સંગ્રહ થયેલ છે તેવુ જોવા મળેલ હતું.

દરમિયાન નડિયાદ-ખેડા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફિસર અને ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. જે અન્વયે, મે. હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લી. નામની પેઢીના નોમીની અભિષેક પ્રેમપ્રકાશ અગ્રવાલની હાજરીમાં નમુનો લેવામાં આવેલ હતો. આ અંતર્ગત આશરે ૮૦૦૦ કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.૧૧ લાખ થાય છે, તે શંકાસ્પદ જથ્થો સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ હતો.

આ નમૂનો ફુડ એનાલીસ્ટ, ભુજ ને નિયમાનુસાર ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ જે તા.૦૮/૦૮/૨૦૨૨ ના રોજ મીસબ્રાન્ડેડ જાહેર કરવામાં આવેલ હતો. જે બાબતે કેસને લગતી તમામ માહિતી મેળવી તા. ૦૪/૧૧/૨૦૨૩ ના રોજ એડ્જ્યુડીકેટીંગ ઓફિસર, ખેડા (નડિયાદ) સમક્ષ ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ પાંચ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતો. જે બાબતે તાજેતરમાં એડ્જ્યુડીકેશન ઓફિસર દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા તમામે તમામ પાંચે ઈસમો ને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ દંડ કરવામાં આવેલ જે કુલ દંડ રૂ.૧૫,૦૦,૦૦૦નો કરેલ છે.

વધુમાં સદર પેઢી દ્વારા અગાઉ વર્ષ ૨૦૨૧ માં પણ આ પ્રકારની ગુનો કરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જે અંગે પણ તેઓને એડ્જ્યુડીકેશન ઓફિસર દ્વારા તા. ૩૧/૧૨/૨૦૨૧ ના હુકમથી કુલ ૮,૦૦,૦૦૦/- (રૂપિયા આઠ લાખ) નો દંડ કરવામાં આવેલ હતો. આજ દિન સુધીમાં સબસ્ટાન્‍ડર્ડ/મિસબ્રાંડેડ જાહેર થયેલા ખાદ્યપદાર્થના નમુના માં રૂ.૩૭ કરોડથી પણ વધુનો દંડ રાજ્યના વિવિધ જીલ્લાના એડ્જ્યુડીકેશન ઓફિસર દ્વારા જે તે ખોરાક વિક્રેતા/ઉત્પાદકોને ફટકારવામાં આવેલ છે.

Back to top button