ગુજરાત
ડીસાના અમૃતનગરમાં બે આખલા વચ્ચે યુદ્ધ થતાં અફરાતફરી મચી


પાલનપુર: ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઢોરનો ત્રાસ વધી ગયો છે.રખડતા ઢોરના કારણે રસ્તા વચ્ચે ક્યારેક નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. અને જેમાં કેટલીક માસુમ જિંદગીઓ હોમાઇ રહી છે. ત્યારે ડીસાની અમૃતનગર સોસાયટીમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો.ડીસાના અમૃતનગર માં બે આખલા વચ્ચે યુદ્ધ થતાં અફરાતફરી મચી હતી.સોસાયટીમાં 15 મિનિટ સુધી બે આખલાઑ વચ્ચે યુદ્ધ જામ્યું હતું.
સ્થાનિકોની જહેમત બાદ યુદ્ધ સમાપ્ત થયું
સોસાયટીના લોકોએ આખલાઓને છોડાવવા માટે ભારે પાણીનો મારો કરીને જહેમત ઊઠાવી હતી.પરંતુ આખલાઓ એકબીજાથી અલગ થવાનું નામ જ લેતાં ન હતા. જેના કારણે આજુબાજુના મકાનોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આખરે સ્થાનિકોની ભારે જહેમત બાદ આ આખલાઓનું દ્વંદ યુદ્ધ સમાપ્ત થયું હતું. જોકે સદનસીબે કોઈજ નુકશાન થયું ન હતું.