આગરાની પાતાલકોટ એક્સપ્રેસના બે ડબ્બામાં લાગી ભીષણ આગ
- પંજાબના ફિરોઝપુરથી મધ્ય પ્રદેશના સિઓની જઈ રહેલી પાતાલકોટ એક્સપ્રેસ (14624)ના બે ડબ્બા આગરાના માલપુરા વિસ્તારમાં ભદાઈ રેલવે સ્ટેશન પાસે આગ લાગી હતી.
એક્સપ્રેસ ટ્રેનમાં આગ: આગરા-ધોલપુર વચ્ચેની પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જીએસ કોચના ચોથા કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રેનને તાત્કાલિક રોકી દેવામાં આવી છે. જે બાદ કોચને અલગ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેએ કહ્યું છે કે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
પાતાલકોટ એક્સપ્રેસ મથુરાથી ઝાંસી જઈ રહી હતી. આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી ટ્રેન ઝાંસી જવા રવાના થઈ હતી. જનરલ કોચ કેન્સથી આઠ કિલોમીટર દૂર ભંડાઈ રેલ્વે સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનના ટબ્બામાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ટ્રેનમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, જેના કારણએ મુસાફરોને શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. જ્યારે મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને ઉભી રાખી હતી. ટ્રેન ઉભી રહી જતાં જ મુસાફરો પોતાનો જીવ બચાવવા ટ્રેનમાંથી ઉતરી ગયા હતા.
आगरा-धौलपुर के बीच ट्रेन पातालकोट एक्सप्रेस में धुआं निकलने की सूचना मिली। इंजन से चौथे कोच जीएस कोच में धुआं देखा गया। ट्रेन को तुरंत रोक दिया गया और कोच को अलग कर दिया गया। किसी भी व्यक्ति को कोई चोट नहीं आई है: भारतीय रेलवे pic.twitter.com/HGRo5BWCoE
— ANI_HindiNews (@AHindinews) October 25, 2023
મુસાફરો કૂદીને બહાર નીકળે તે પહેલા બંને ડબ્બા સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયા હતા. ટ્રેનને રોક્યા બાદ કોચ અલગ કરી દેવામાં આવ્યો હતો અને ફાયરબ્રિગેડ ટાઈમ સર પહોંચી જતાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેથી કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
આ પણ વાંચો: ઉજ્જૈનની દુષ્કર્મ પીડિતાને સરકાર ભૂલી ગઈ, મદદના નામે માત્ર 1500રૂ મળ્યા