ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તર પ્રદેશમાં નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓમાં લાગી ભીષણ આગ

Text To Speech
  • ઇટાવામાં સરાય ભૂપત રેલવે સ્ટેશન પર નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ 
  • મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવતાં કોઈ જાનહાનિ થવા પામી નથી

ઉત્તર પ્રદેશ : યુપીના ઇટાવામાં સરાય ભૂપત રેલવે સ્ટેશન પર બુધવારે નવી દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહેલી એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ટ્રેનમાં સવાર તમામ મુસાફરોને તાત્કાલિક અસરથી સલામત રીતે નીચે ઉતારવામાં આવતાં કોઈ જાનહાનિ થવા પામી નથી. એક મુસાફરના જણાવ્યા મુજબ, આગ લાગ્યા બાદ કોઈ બારીમાંથી બહાર નીકળી ગયા હતા. ભાગતી વખતે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી : રેલવે ઓફિસર

ઉત્તર મધ્ય રેલવેના ઓફિસર (CPRO)ના જણાવ્યા અનુસાર, “ ટ્રેન નંબર 02570 દરભંગા ક્લોન સ્પેશિયલ ઉત્તર પ્રદેશના સરાય ભૂપત રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે સ્ટેશન માસ્તરે S1 કોચમાં ધુમાડો જોઈને તરત જ ટ્રેન રોકી હતી અને તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. જેથી કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી. આ ટ્રેન ટૂંક સમયમાં રવાના થવાની છે.”

 

ટ્રેનના સ્લીપર કોચમાં આગ લાગી હતી. જેથી ટ્રેનના ત્રણ કોચ S-1, S-2 અને S-3ને અલગ કરી દેવામાં આવ્યા છે. S-1માં આગ લાગી હતી અને આગ એસ-2માં ફેલાઈ હતી. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ત્રણેય કોચને ટ્રેનમાંથી અલગ કરી દેવામાં આવ્યા હતા.

કોચમાં આગ ઓલવવા માટે કોઈ યોગ્ય સાધન નહોતું : મુસાફર

નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં સવાર એક મુસાફરે જણાવ્યું હતું કે, “ટ્રેનમાં આગ લાગી ત્યારે અમે કોઈક રીતે કોચની બારીમાંથી બહાર નીકળી ગયા હતા. કોચમાં આગ બુઝવવા માટે કોઈ યોગ્ય સાધન નહોતું. કોચમાંથી બહાર નીકળતી વખતે થોડા લોકો ઘાયલ પણ થયા હતા.”

આ પણ જુઓ :દોરાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયરની ટીમો તાત્કાલિક દોડી આવી

Back to top button