થોડા દિવસો પહેલા જેઓની હાલત સુધારવાની વાતો કરતા હતા તે જ પોલીસ સાથે કેજરીવાલે કર્યું ગેરવર્તન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાતુ જાય છે. દરેક પક્ષોના નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે. તેમાં પણ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જાણે ગુજરાત સર કરી જ લેવાના હોય, અહીં બધા જાણે દુઃખી જ હોય અને તેઓની સરકાર બની જવાની હોય, નાગરિકોને તેમની જ સરકાર જાણે સુખી કરી દેવાની હોય તેમ વાયદાઓ ઉપર વાયદાઓ આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ફરી તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા અને આજે અમદાવાદમાં તેમણે રિક્ષાવાળાઓ સાથે મુલાકાત કરી હતી. આમ તો પ્રોટોકોલ મુજબ કોઈપણ મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિએ ખાસ સાવચેત રહીને બધાને મળવાનું હોય છે. તેમની સુરક્ષા ખાસ હોય છે. પણ જાણે અરવિંદ કેજરીવાલને આવી કોઈ બાબતોની પડી જ ન હોય અને જાહેરમાં તેઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વગર જ રખડતાં હતા. એ તો ઠીક પણ જ્યારે અમદાવાદના એસપી ભગીરથસિંહ જાડેજાએ તેમને સુરક્ષા આપવાની કોશિષ કરી તો તેમને પ્રજાની સામે જ અપમાનિત કરી નાખ્યા હતા. કેજરીવાલે એસપી ભગીરથસિંહ જાડેજાને ન કહેવાનું કહી દીધું હતું. અહીં તેમનો ડબલ ચેહરો સામે આવ્યો છે. કારણકે આ જ કેજરીવાલે અગાઉની તેમની મુલાકાત દરમિયાન પોલીસની કફોડી હાલતની વાતો કરી તેની વાહ વાહ મેળવી હતી આજે તેમને જ અપમાનિત કર્યા હતા.
મુખ્યમંત્રીને ન શોભે તેવું કૃત્ય
અમદાવાદ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં સુરક્ષિત ફરી શક્યા તો તેનો શ્રેય રાજ્યની પોલીસને ફાળે જાય છે
તેમને બિરદાવવાને બદલે અમદાવાદ sp ભગીરથસિંહ જાડેજાનું જાહેરમાં અપમાન કર્યુ@GujaratPolice @AAPGujarat @AhmedabadPolice @Gopal_Italia pic.twitter.com/CUoSGQUVTy— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2022
ગુજરાત હતું એટલે સુરક્ષિત રહ્યા, પંજાબ હોત તો ?
અરવિંદ કેજરીવાલ ગુજરાતના મહેમાન બન્યા અને અમદાવાદમાં તેઓ એક રિક્ષામાં બેસી જાહેરમાં આંટાફેરા કરતા હતા ત્યારે તેઓને રોકી પ્રોટોકોલ મુજબ વર્તન કરવા માટે એસપી ભગીરથસિંહ જાડેજાએ તેઓને વિનંતી કરી હતી પરંતુ કેજરીવાલ તેઓનું પણ માન્યા ન હતા અને જાહેરમાં તેઓની સુરક્ષા નથી જોઈતી તેવું કહી ત્યાંથી નીકળી ગયા હતા. કેજરીવાલે આ રીતે કલાકો સુધી શહેરમાં ખુલ્લા ફર્યા હતા કારણ કે આ ગુજરાત છે. આ રીતે તેઓ પંજાબમાં કે દિલ્હીમાં ફરીને બતાવે તો સાચા કહેવાય ! અહીંની જાંબાઝ પોલીસને કારણે ગુનેગારો કોઈ બનાવને અંજામ આપતા પહેલા સો વખત વિચારે છે. આ પંજાબમાં લાગુ નથી પડતું, જે રીતે વડાપ્રધાન મોદીના કાફલાને પણ આડે બાધા આવી હતી તો આ તો એક મુખ્યમંત્રી છે. અહીં તેઓને ખબર નહીં શું કરી મુકાયું હોત ?