ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કુનો નેશનલ પાર્કમાં આશા નામની માદા ચિત્તાએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો

Text To Speech

ભોપાલ, 3 જાન્યુઆરી, 2024: કુનો નેશનલ પાર્કમાંથી છેવટે આનંદના સમાચાર આવ્યા છે. આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા પૈકી આશા નામની માદા ચિત્તાએ આજે ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બચ્ચાંનો વીડિયો કુનો નેશનલ પાર્કના કર્મચારીઓ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો, જેને સમાચાર એજન્સીએ પણ શૅર કરતાં લોકો અને તેમાંય ખાસ કરીને પ્રાણી-પ્રેમીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.

અહીં જૂઓ વીડિયોઃ

ગયા વર્ષે આફ્રિકાથી ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા. જોકે નવા નવા લાવવામાં આવેલા ચિત્તાને અહીંનું વાતાવરણ અનુકૂળ નહીં આવતા એક વર્ષમાં પાંચથી વધારે ચિત્તા મૃત્યુ પામ્યા હતા. આ કારણે પ્રાણી-પ્રેમીઓ તેમજ રાજકારણીઓએ મોદી સરકારની આકરી ટીકા કરી હતી. અલબત્ત, હવે એવું લાગે છે કે અહીં લાવવામાં આવેલા ચિત્તાઓને ભારતનું હવામાન ધીમેધીમે માફક આવી રહ્યું હશે અને આજે જે ત્રણ બચ્ચાંનો જન્મ થયો તે એ જ બાબતનો પુરાવો છે. એ ખરું કે, આ ત્રણ બચ્ચાંમાંથી કેટલા જીવિત રહેશે તે તત્કાળ કહી શકાય નહીં, પરંતુ એટલું તો નિશ્ચિત થયું છે કે, ચિત્તા અહીંના હવામાન સાથે ધીમે ધીમે સાનુકૂળ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ઇસ્લામ અપનાવવાનું પત્નીનું દબાણ સહન ન થતાં પતિનો આપઘાત

Back to top button