ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

થરાદના શેરાઉમાં બે પુત્રી સાથે પિતાએ કુવામાં લગાવી છલાંગ

Text To Speech

પાલનપુરના થરાદ તાલુકાનું શેરાઉ ગામમાં દરજી પરિવારના એક ખેડૂત પિતાએ પોતાની બે દીકરીઓ સાથે કૂવામાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે. જેને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે ખેડૂતે પોતાની બે દીકરીઓ સાથે કેમ આત્મહત્યા કરી તે પ્રશ્ન ગામલોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

ગામના વોટ્સએપ ગ્રુપમાં બે દીકરી સાથેનો ફોટો મૂકી કર્યો આપઘાત 

મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના શેરાઉ ગામમાં રહેતા વિક્રમભાઈ મઘાજી દરજીએ ગામના વોટ્સઅપમાં પોતાની બે દીકરીઓ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં ઝેરી દવાની બોટલ પણ દેખાઈ રહી છે. આ ફોટો જોઇને ગામના કેટલાક લોકો દોડી આવ્યા હતા. જો કે ગામલોકો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તો ખેડૂતે બન્ને દીકરીઓ સાથે કુવામાં ઝંપલાવી દીધું હતું. ગામલોકોએ તાત્કાલિક ત્રણેયને કુવામાંથી નીકાળ્યા હતા. જો કે તે દરમિયાન ત્રણેયના મોત થઈ ચુક્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે એ મૃતક ખેડૂત માનસિક અસ્વસ્થ હતો. બન્ને દીકરીઓમાં એક દીકરી ત્રણ વર્ષની જયારે બીજી પાંચ વર્ષની હોવાનું સામે આવ્યું છે.

 

 

Back to top button