કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાત

જામનગરઃ ધ્રોલ તાલુકાના ખેડૂત ૧૪ વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી

Text To Speech
  • પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સ્ટોલ ફાળવવામાં આવતા ખેડૂતો ઉત્પાદન કરેલી વસ્તુઓના જાતે ભાવો નક્કી કરી વેચાણ કરી શકે છે

જામનગરઃ  ધ્રોલ તાલુકાના ખેડૂત જીગ્નેશભાઈ પરમાર જણાવે છે કે, તેઓ છેલ્લા ૧૪ વર્ષથી ડીએપી, યુરિયા કે અન્ય રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કર્યા વગર ખેતી કરે છે. ખેતરમાં તેઓ મગફળી, તુવેર, હળદર, શાકભાજી, ફળોનું વાવેતર કરી વસ્તુઓનું મૂલ્યવર્ધન કરી પોતાની જાતે જ વેચાણ કરે છે.

પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેતી કરવા માટે આત્મા પ્રોજેક્ટ જામનગર અને ખેતીવાડી શાખાનો સહયોગ મળે છે. કોઈ પણ જગ્યાએ સરકારી કાર્યક્રમો યોજાય ત્યાં સરકાર દ્વારા અમને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવે છે. અને અમે અમારી વસ્તુઓનું વેચાણ કરી શકીએ છીએ. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેલા પાકોનું મૂલ્ય વર્ધન કરી તેનું જાતે જ વેચાણ કરવાથી બજાર કરતાં ઊંચા ભાવો મળે છે.

આ પણ વાંચોઃ પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આમ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. ભુચરમોરીના મેળામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતા અમે વાવેતર કરેલા પાકોના જાતે જ ભાવો નક્કી કરી વેચાણ કરી શકીએ છીએ. અને સારી આવક મેળવીએ છીએ તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.

પ્રાકૃતિક ખેતી - HDNews

રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પટેલ સમાજ ખાતે આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ અંતર્ગત તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.

 

Back to top button