દક્ષિણ ગુજરાત

‘નો પ્લાસ્ટિક’થીમ પર સુરતના ખેડૂતે દીકરીના લગ્નમાં આવનાર પેઢીને આપ્યો અનોખો સંદેશ

સુરતના એક ખેડૂતે તેમની દીકરીના અનોખી રીતે લગ્ન કરતા ચર્ચાનો વિષય બન્યા છે. આ ખેડૂત પિતા અને તેમની દીકરીએ લગ્નમાં આવનાર પેઢીને અનોખો સંદેશ આપ્યો છે. આ ખેડૂતે તેમની દીકરીના ઈકો ફ્રેન્ડલી લગ્ન કરાવ્યા છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. એટલે લોકો ધામ ધુમથી લગ્ન કરી રહ્યા છે. દરેકને પોતાના લગ્નમાં સજાવટથી લઇને ખાવા પીવાની વસ્તુઓમાં દીલ ખોલીને ખર્ચ કરતા હોય છે. ત્યારે આ ખેડૂત પિતાએ દીકરીના લગ્નમાં ઓર્ગેનિક રસોઈ બનાવડાવી, કંકોત્રીમાં તુલસીના બીજ રાખ્યાં અને કન્યાદાનમાં ગીર ગાય આપી, ‘નો પ્લાસ્ટિક’ થીમ પર લગ્ન આયોજિત કર્યાં હતા.

ખેડૂતે દિકરીના કર્યા અનોખા લગ્ન

સુરતના પાલ વિસ્તારમાં રહેતા ખેડૂત વિપુલ પટેલે દીકરીના લગ્નપ્રસંગને એવી રીતે માણ્યો છે કે માત્ર લોકો જ નહીં પરંતુ પ્રકૃતિ એટલે કે પર્યાવરણ પર તેને યાદ રાખશે. વિપુલભાઈએ તેમની 23 વર્ષીય દીકરી રિદ્ધિ પટેલના લગ્નમાં ‘નો પ્લાસ્ટિક’ના અભિયાનને અપનાવ્યું છે. આ ખેડુત પિતાએ ઓર્ગેનિક રસોઈ, કન્યાદાનમાં દીકરીને ગાયનું દાન અને કંકોત્રીમાં તુલસીના બીજ મુકીને તેમણે લગ્ન પ્રસંગ થકી આજની પેઢીને પર્યાવરણની જાળવણી કરવા માટે એક મહત્વનો સંદેશો આપ્યો છે.

ઇકો ફ્રેન્ડલી લગ્ન-humdekhengenews

પર્યાવરણ જાળવણીનો આપ્યો સંદેશ

આજ કાલ લોકો ખુબ ધામધુમથી લગ્ન કરતા હોય છે, ત્યારે આધુનિક રીતે લગ્ન કરવામાં લોકો પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે. ત્યારે આ ખેડૂતે પોતાની દીકરીના લગ્ન ઓર્ગેનિક ઢબે કરીને આવનારી પેઢીને પર્યાવરણ જાળવીનો સંદેશો આપ્યા છે. ખેડૂત પિતાએ આવી રીતે દીકરીના લગ્ન કરતા ચર્ચાનો વિષય બન્યા છે. લોકો તેમના વિચારની ખુબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

10 ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત 

આ અંગે ખેડૂત પિતા વિપુલ પટેલે જણાવ્યું હતું કે “આધુનિકતા દરેક ક્ષેત્રમાં સારી છે, પરંતુ પર્યાવરણના ભોગે નહિ. જેથી મેં આ લગ્ન પ્રસંગમાં ઘરના આંગણામાં ગાય, મધ્યમાં તુલસી ક્યારો અને શુદ્ધ રસોઈની જૂની પરંપરા અપનાવી છે. મારાથી શક્ય એટલો સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે મહેમાનોને આમંત્રણ માટે આપેલી કંકોત્રી તુલસીના બીજથી બની છે. જેને કુંડામાં વાવ્યા બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગશે. કન્યાદાનમાં અમે દિકરીને ગાયમાતાનું દાન કર્યુ છે અને રસોઈમાં ગાય આધારિત ખેતીથી તૈયાર થતા ઓર્ગેનિક પાકનો જ ઉપયોગ કર્યો છે. જમવાની ડીશમાં પણ યુઝેબલ મટિરીયલનો ઉપયોગ કર્યો છે. જેથી પ્રકૃતિ જળવાયેલી રહે” , વિપુલ પટેલની દીકરી રિદ્ધીએ સીએની છેલ્લી પરિક્ષા આપી છે અને તેની કમાણીમાંથી 10 ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત કરશે તેવું જણાવ્યું હતુ. આ બાબતે વિપુલ પટેલે જણાવ્યું હતું કે, અમે અમારા લગ્નપ્રસંગ થકી આજના યુવાઓને આ મેસેજ આપવા માંગીએ છીએ કે તેમની કમાણીમાંથી દસ ટકા હિસ્સો ગૌમાતાને માટે રાખે અને પર્યાવરણની જાળવણી પણ કરે.

આ પણ વાંચો :ટૂંક સમયમાં જોવા મળશે વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન, સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરાશે

Back to top button