T-20 વર્લ્ડ કપઆંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

રોહિત શર્માને મળવા દોડી ગયેલા ચાહકને અમેરિકી પોલીસે રગદોળી નાખ્યો, જૂઓ વીડિયો

ન્યૂયોર્ક, 2 જૂનઃ ન્યૂયોર્કના નાસુ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વોર્મઅપ મેચ દરમિયાન એક અસાધારણ ઘટના બની હતી. મેચ દરમિયાન રોહિત શર્માનો એક ફેન મેદાનમાં તેને મળવા દોડી ગયો હતો. તે રોહિત શર્મા સાથે વાત કરી રહ્યો હતો તે દરમિયાન જોકે અમેરિકી પોલીસના બે જવાનો ચિત્તાની જેમ મેદાનમાં દોડી આવ્યા હતા અને એ ફેનને જમીન પર પાડી દઈ તેના ઉપર નિયંત્રણ મેળવી લીધું હતું.

જૂઓ સમગ્ર ઘટનાનો વીડિયો –

આ સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે રોહિત શર્મા જોકે અમેરિકી પોલીસને આવી બળજબરી નહીં કરવા સતત સમજાવતો રહ્યો પરંતુ પોલીસ તેનું સાંભળતી નહોતી. આ દરમિયાન જોકે પેવેલિયન તરફથી ભારતીય ક્રિકેટ ટીમના એક અધિકારી દોડીને આવ્યા અને પોલીસને સમજાવ્યા ત્યારે જ પોલીસે રોહિત શર્માને ફેનને મુક્ત કર્યો હતો.

અમેરિકી પોલીસના કબજામાંથી છૂટેલો ફેન અતિશય ગભરાઈ ગયો હતો પરંતુ તેને ભારતીય ક્રિકેટ ટીમના અધિકારી તેમની સાથે પેવેલિયન તરફ લઈ ગયા હતા. આ ઘટનાથી થોડીવાર માટે સમગ્ર સ્ટેડિયમમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી.

અમેરિકી પોલીસ આ ઘટનાને સલામતીનો ભંગ માને છે અને તેથી તત્કાળ પગલાં લઈ મેદાનમાં દોડી ગયેલા એ વ્યક્તિને જમીન ઉપર પાડી દઈ તેના ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો હતો. પેવેલિયનમાંથી લેવાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોહિત શર્મા બંને પોલીસ અધિકારીઓને સતત વિનંતી કરી રહ્યો છે કે આ કોઈ ગંભીર ઘટના નથી અને મેદાનમાં દોડી આવેલા યુવક સાથે આટલી બધી સખ્તી ન કરે.

રોહિત શર્માનું આવું વલણ જોઈને સોશિયલ મીડિયા ઉપર અનેક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, રોહિત શર્મા દયાળુ વ્યક્તિ છે.

દરમિયાન આ વોર્મઅપ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને 60 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ફોર્મમાં પરત ફર્યો છે. તેણે 40 રન બનાવ્યા હતા. પરંતુ મેદાનમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે એક ચાહક રોહિત શર્માને મળવા મેદાનમાં પ્રવેશ્યો.

ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો. આ પછી, અમેરિકન પોલીસે ઝડપથી પ્રશંસકને પકડી લીધો. પોલીસકર્મીઓએ જમીન પર સુવડાવી હાથકડી પહેરાવી દીધી હતી. અમેરિકન પોલીસે આ ચાહકને એવી રીતે પકડ્યો કે જાણે કોઈ મોટા ગુનેગારને પકડી રહ્યો હોય. કેપ્ટન રોહિત શર્મા પોલીસ કર્મચારીઓને ચાહકો સાથે કડક વર્તન ન કરવાની વિનંતી કરતો જોવા મળ્યો હતો. હિટમેનના આ ઈશારે બધાના દિલ જીતી લીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Back to top button