ચાહકે બનાવ્યો PMનો પેન્સિલ સ્કેચ, ચાલુ રોડ શોમાં પીએમ મોદીએ કમાન્ડોને કહ્યું – પેલો સ્કેચ લઈ આવો, જુઓ Video


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સોમવારે તેમના પ્રવાસનો બીજો દિવસ હતો. સોમવારે પીએમ મોદીએ ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ શિલાન્યાસ કર્યો હતો અને રૂ. 9,460 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભરૂચ જિલ્લા બાદ પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા. જામનગરમાં લોકોએ PM નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જામનગરમાં લોકોનું અભિવાદન સ્વીકારવા પીએમ મોદી પોતાની કારમાંથી નીચે ઉતરીને લોકોની વચ્ચે ગયા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેની માતા હીરાબેનની તસવીર લઈને વડાપ્રધાન પાસે પહોંચ્યો હતો. આના પર પીએમ મોદીએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો.
તો સાથે સાથે એક સુંદર ઘટના પણ બની હતી. પીએમ મોદી જ્યારે રોડ શોર કરી રહ્યા હતા અને લોકોનુ અભિવાદન ઝીલી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિ પેન્સિલ સ્કેચ લઈને ઉભો હતો જે પીએમ મોદીને ભેટ આપવા માંગતો હતો. પીએમ મોદીનો કાફલો જ્યારે તે વ્યક્તિ પાસે પહોંચ્યો તો પીએમ મોદીની નજર તેના પર પડી. નજર પડતાની સાથે જ પીએમ મોદીએ તેના ગાર્ડને તે સ્કેચ લાવવા માટે સૂચના આપી. ગાર્ડ દોડીને આવે છે અને તે વ્યક્તિ પાસેથી તે સ્કેચ લઈ જાય છે. આ સુંદર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેના લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. પીએમ મોદીનો લોકો પ્રત્યેનો પ્રેમ જાહેર થાય છે. આ વીડિયો હિરેન નિમાનત નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જેને પીએમ મોદીએ પણ શેર કર્યો છે.
તમારા જેવા સવા સો કરોડ દેશવાસીઓના અસીમ પ્રેમથી જ દેશસેવામાં કાર્યરત છું… આભાર! https://t.co/ADVX6rNShr
— Narendra Modi (@narendramodi) October 10, 2022
આ વીડિયો શેર કરતા સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું છે કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને તેમના અંગત કમાન્ડોને પેન્સિલ સ્કેચ સ્વિકારી લો. આભાર સર. તો બીજી તરફ પીએમ મોદીએ આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, તમારા જેવા સવા સો કરોડ દેશવાસીઓના અસીમ પ્રેમથી જ દેશસેવામાં કાર્યરત છું… આભાર!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતની સમૃદ્ધિ અને ગુજરાતના વિકાસનો ભરૂચથી જામનગર સુધી વિસ્તાર કરવાનો આ અનુભવ ખરેખર અદ્ભુત છે. અહીં 8 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પાણી, વીજળી, કનેક્ટિવિટી સંબંધિત આ પ્રોજેક્ટ્સ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે કહ્યું કે મને છોટી કાશી (જામનગર)ના આશીર્વાદ છે અને હું મોતી કાશી (વારાણસી)નો સાંસદ છું.