ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના મુક્ત થયો, જાણો ક્યાં લીધી સારવાર

Text To Speech

ભાવનગરમાં થોડા દિવસ પહેલા ચીનથી આવેલો પરિવાર કોરોના મુક્ત થયો છે. જેમાં કોરોનાના ત્રણ દર્દીઓ સાજા થતા શહેર કોરોના મુક્ત બન્યુ છે. આ ઉપરાંત સમગ્ર ભાવનગર જિલ્લામાં હાલ એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જેમાં ચીનથી આવેલો પરિવાર કોરોના મુક્ત થતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Covid 19

આ પણ વાંચો: AMCની આ સ્કીમમાં ‘વહેલા તે પહેલા’ના ધોરણે નાગરિકોને લાભ મળશે

ત્રણેય દર્દીઓ રોગમુક્ત થઈ ગયા હતા

ચીનથી ભાવનગર આવેલા કોરોનાના ત્રણેય પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા કોરોના મુક્ત થઈ ગયા છે. ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ચીનથી પરત ફરેલા પિતા અને તેમની બે વર્ષની પુત્રી તેમજ બાદમાં આ બે વર્ષની પુત્રીની માતાને પણ કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા. જોકે ઘરે સારવાર બાદ આ ત્રણેય દર્દીઓ રોગમુક્ત થઈ ગયા હતા.

covid in china
covid in china

આ પણ વાંચો: અમદાવાદમાં લાખો ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરશે!, જાણો શું છે કારણ

સમગ્ર શહેર અને જિલ્લો હાલ કોરોના મુક્ત વિસ્તાર

આમ 2023 ના નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ભાવનગર શહેર ફરી એક વાર કોરોના મુક્ત થઈ ગયું છે. જ્યારે ભાવનગર ગ્રામ્ય વિસ્તાર અગાઉથી જ કોરોના મુક્ત છે. આમ સમગ્ર શહેર અને જિલ્લો હાલ કોરોના મુક્ત વિસ્તાર છે.

Back to top button