ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકી પ્રમુખના નામે નકલી રેકોર્ડિંગ કોલથી મતદારોને વોટ ન કરવાની થઈ અપીલ

  • ન્યૂ હેમ્પશાયર રાજ્યમાં આજે પ્રાથમિક ચૂંટણી માટે મતદાનનું આયોજન
  • વોટ ન કરીને નવેમ્બરમાં થનારી સામાન્ય ચૂંટણી માટે પોતાનો વોટ બચાવી લો : ફેક કોલર

વોશિંગ્ટન DC, 23 જાન્યુઆરી: અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાં આજે પ્રાથમિક ચૂંટણી માટે મતદાન થવાનું છે. વોટિંગ પહેલા અમેરિકાના પ્રમુખ જો બાઈડનના અવાજમાં એક નકલી રેકોર્ડિંગ કોલ ન્યૂ હેમ્પશાયરના લોકોને કરવામાં આવ્યો હતો. આ ફેક કોલમાં મતદારોને આજે યોજાનારી પ્રાથમિક ચૂંટણીમાં મતદાન ન કરવા અપીલ કરવામાં આવી હતી. ફેક કોલમાં કહેવામાં આવ્યું કે, આજે વોટ ન કરીને નવેમ્બરમાં થનારી સામાન્ય ચૂંટણી માટે પોતાનો વોટ કરવા બચાવી લે.

ફેક કોલ કરીને શું કહેવામાં આવ્યું ?

આ નકલી કોલમાં કહેવામાં આવ્યું છે કે, ‘રિપબ્લિકન નેતાઓ તેમની પ્રાથમિક ચૂંટણીમાં ડેમોક્રેટ મતદારોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અત્યંત નિમ્ન સ્તરનું રાજકારણ છે.” આ નકલી કોલમાં જો બાઈડનનો AI જનરેટેડ અવાજ છે. ઉલ્લેખનીય છે કે, “રોબોકોલ એક જ સમયે ઘણા લોકોને મોકલવામાં આવેલો રેકોર્ડેડ મેસેજ છે, જેનો ઉપયોગ ચૂંટણી દરમિયાન પ્રચાર માટે કરવામાં આવે છે. ન્યૂ હેમ્પશાયરમાં 23 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં બેલેટ પેપરમાં જો બિડેનનું નામ સામેલ કરવામાં આવશે નહીં. તેનું કારણ ન્યૂ હેમ્પશાયર રાજ્ય અને ડેમોક્રેટિક નેશનલ કમિટી વચ્ચે ચાલી રહેલો વિવાદ છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જો બાઈડનને ફસાવવાના હેતુથી મતદારોને આ નકલી રેકોર્ડિંગ કોલ મોકલવામાં આવ્યો હતો.

ન્યુ હેમ્પશાયર કોકસ માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે. સર્વે અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીમાંથી તેમના એકમાત્ર પ્રતિસ્પર્ધી નિક્કી હેલીથી આગળ ચાલી રહ્યા છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ આયોવા કોકસની ચૂંટણીમાં પણ રિપબ્લિકન પાર્ટીમાંથી જીત્યા હતા. રોન ડીસેન્ટિસ બીજા સ્થાને અને નિક્કી હેલી ત્રીજા સ્થાને હતી. રોન ડીસેન્ટિસ પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં હવે રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી વચ્ચે મુકાબલો છે. તે જ સમયે, ડેમોક્રેટિક નેશનલ કમિટીએ આયોવા અને ન્યૂ હેમ્પશાયરમાં નોમિનેશનની ચૂંટણીમાં ભાગ લીધો ન હતો અને દક્ષિણ કેરોલિનાથી જ તેની નોમિનેશન ચૂંટણી પ્રક્રિયા શરૂ કરશે.

આ પણ જુઓ :ચીનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCRમાં પણ આંચકા અનુભવાયા

Back to top button