ગુજરાતના પાટનગરમાં વેપારમાં નફાની લાલચે ફેક્ટરીના સંચાલક રૂ.33.35 લાખમાં છેતરાયા
- આંધ્રપ્રદેશની એક મસાલા કંપનીના સંચાલક સામે પણ ફરિયાદ નોંધાવી
- ત્રિભુવન જોષીએ સુનિલ જાગીર તથા આકાશદિપ મસાલાના સંચાલક સામે ફરિયાદ નોંધાવી
- મિત્ર વેપારીએ જ ચૂનો લગાવ્યો હતો. જેમાં પ્રથમ વખત છેતરાયા બાદ પણ વેપાર શરૂ રાખ્યો
ગુજરાતના પાટનગરમાં વેપારમાં નફાની લાલચે ફેક્ટરીના સંચાલક રૂ.33.35 લાખમાં છેતરાયા છે. જેમાં ગાંધીનગર GIDCમાં ફૂડ પ્રોડક્ટ મસાલાની ફેક્ટરીના સંચાલક સાથે 33.35 લાખની છેતરપિંડી થઇ છે. મિત્ર વેપારીએ જ ચૂનો લગાવ્યો હતો. જેમાં પ્રથમ વખત છેતરાયા બાદ પણ વેપાર શરૂ રાખ્યો હતો. રાજકોટમાં ફેક્ટરી ધરાવતા શખ્સ, આંધ્રપ્રદેશના આકાશદીપ મસાલાના સંચાલક સામે ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસ વધ્યા, રાજ્યમાં કેન્દ્રિય આરોગ્યની ટીમ આવી
આંધ્રપ્રદેશની એક મસાલા કંપનીના સંચાલક સામે પણ ફરિયાદ નોંધાવી
વિશ્વાસમાં અને નફાની લાલચમાં આ શખ્સ સાથે વેપાર શરૂ રાખ્યો હતો. ગાંધીનગર જીઆઇડીસીમાં આવેલ ફુડ પ્રોડક્ટ મસાલાની ફેક્ટરી ધરાવતા સંચાલક સાથે 33.35 લાખની છેતરપીંડી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ફેક્ટરીના સંચાલક અગાઉ જ્યાં નોકરી કરતા હતા ત્યારે તેમની ઓળખ ચુનો ચોપડનાર વેપારી સાથે થઇ હતી. જે ઓળખ મિત્રતામાં પરિણમી હતી અને તેનો લાભ ઉઠાવીને આ શખસે વેપારી સાથે છેતરપીંડી આચરી હતી. વેપારી એક વખત છેતરાયો હોવા છતા તેણે વિશ્વાસમાં અને નફાની લાલચમાં આ શખસ સાથે વેપાર શરૂ રાખ્યો હતો. આ મામલે તેણે ચુનો ચોપડનાર મિત્ર વેપારી તથા આંધ્રપ્રદેશની એક મસાલા કંપનીના સંચાલક સામે પણ ફરિયાદ નોંધાવી છે.
સુનિલે પોતે ડિસાની એક મસાલા કંપનીમાં ફરજ બજાવતો હોવાની વાત કરી
રાંધેજા ખાતે રહેતા અને મુળ રાજસ્થાન સાંચોરના વતની ત્રિભુવન પોપટલાલ જોશી ગાંધીનગર જીઆઇડીસીમાં પ્યોરસાઇન્સ હેલ્થ પ્રા. લિમિટેડ નામની ફુડ પ્રોડેક્ટ મસાલાની ફેક્ટરી ધરાવે છે. તેઓ જ્યારે રાજસ્થાના સાંચોરમાં આવેલી એક મસાલા કંપનીમાં સીઇઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમની ઓળખ સુનિલ જાંગીર સાથે થઇ હતી. આ સમયે સુનિલે પોતે ડિસાની એક મસાલા કંપનીમાં ફરજ બજાવતો હોવાની વાત કરી હતી. ત્યારબાદ બંને દેશમાં યોજાતા ફુડ એક્ઝિબીશનમાં વારંવાર મળતા હતા.
ત્રિભુવન જોશીને પોતે પણ રાજકોટમાં ગ્રીનબુલ ઓર્ગેનિક નામની ફુડ કંપની શરૂ કરી હોવાની વાત કરી
આ સમયે સુનિલે જાળ નાખવાનું શરૂ કર્યુ હતું. તેણે ત્રિભુવન જોશીને પોતે પણ રાજકોટમાં ગ્રીનબુલ ઓર્ગેનિક નામની ફુડ કંપની શરૂ કરી હોવાની વાત કરી હતી. જોકે, તેની પાસે પુરતુ ફંડ નહી હોવાથી તેણે ત્રિભુવન જોશી સાથે કામ કરવાની ઓફર મુકી હતી. ત્રિભુવન જોશીને તેણે જણાવ્યુ હતુકે, તમે મને ઓર્ડર ઓપશો તો રાજકોટ કંપનીમાંથી તમને ધાણા સપ્લાય કરીશ. આથી ત્રિભુવન જોશીએ સુનિલ જાગીરને 80.16 મેટ્રિક ટન ધાણાનો ઓર્ડર આપ્યો હતો. જે પેટેનું 61.86 સાથનું પેમેન્ટ તેણે સુનિલ જાગીરના એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી આપ્યા હતા. જોકે, તેણે પુરતો માલ મોકલવાના બદલે 70.215 મેટ્રિક ટનનો જ ધાણાનો માલ મોકલ્યો હતો. એટલેકે, 7.67 લાખની કિેંમતનો ઓછો માલ મોકલ્યો હતો. જે મામલે પુછપરછ કરતા સુનિલે ક્વોલિટી સારી નહી હોવાથી સારી ક્વોલિટી આવે 15 દિવસમાં માલ મોકલી આપવાની વાત કરી હતી. જેના પર ત્રિભુવન જોષીએ વિશ્વાસ મુક્યો હતો.
એક વખત પાસુ સીધુ પડતા સુનિલ જાગિરે પુનઃ ફોન કરીને તેને આખા લાલ મરચાનો ઓર્ડર મળ્યો હોવાની વાત કરી
એક વખત પાસુ સીધુ પડતા સુનિલ જાગિરે પુનઃ ફોન કરીને તેને આખા લાલ મરચાનો ઓર્ડર મળ્યો હોવાની વાત કરી હતી. પરંતુ તેની પાસે પૈસા નહી હોય ઓર્ડર પુરો કરવામાં ત્રિભુવન જોષીને વાત કરી હતી. જેના બદલામા નફામાંથી કેટલોક હિસ્સો આપવાની વાત કરી હતી. આથી ત્રિભુવન જોષીએ કેવી રીતે નફો આપશો તેવી વાત કરતા સુનિલ જાગીરે ત્યારપછીનું પાસુ ફેંક્યુ હતું. તેણે આંધ્રના ગુટુરમાં આકાશ દિપ મસાલા કંપની છે જેની પાસેથી 9.985 મેટ્રિક ટન આખા મરચા 245 રૂપિયે કિલોના ભાવે ખરીદવા તથા આ મરચા તેને 273માં વેચીને 2.93 લાખનો નફો રળવાની વાત કરી હતી.
ત્રિભુવન જોષીએ સુનિલ જાગીર તથા આકાશદિપ મસાલાના સંચાલક સામે ફરિયાદ નોંધાવી
સીધો જ ત્રણ લાખનો નફો જોઇને ત્રિભુવન જોષીને લાલચ જાગી હતી. તેણે આકાશદિપ મસાલાના સંચાલકને મરચાના ઓર્ડર પેટે 25.68 લાખ ચુકવી દીધા હતા. જોકે, મરચાનો માલ ત્રિભુવન જોષીને મોકલવાના બદલે આકાશ દિપના સંચાલકે આ માલ સીધો સુનિલ જાગીરને મોકલી આપ્યો હતો. જે મામલે તેને ફોન કરતા યોગ્ય જવાબ મળ્યો નહતો. દરમિયાન સુનિલ જાગીરે આ માલ પોતાને મળ્યો હોવાની વાત કરી પૈસા ચુકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, તેમ છતા સમયસર પૈસા નહી ચુકવી ફોન, મેસેજ અને ઇમેઇલમાંથી રિપ્લાય આપવાનું બંધ કરતા પોતે છેતરાયા હોવાનું જણાતા ત્રિભુવન જોષીએ સુનિલ જાગીર તથા આકાશદિપ મસાલાના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.