ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

નશામાં ધૂત કાર ચાલકે બાઇકને અડફેટે લેતા માતા-પુત્રનુ મોત, પોલીસની ભૂમિકા શંકાસ્પદ !

ખેડબ્રહ્માના અંબાજી મંદિર પાસે હાઇવે પર 21/05/2023 ની રાતે એક ભયાવહ અકસ્માત થયો હતો. અકસ્માતમા રસ્તે પસાર થતા એક્ટિવા ચાલક પરિવારના ધોરણ 10મા ટોપર પુત્ર અને માતાનુ કમકમાટી ભર્યુ મોત થયુ છે જ્યારે પિતા અમદાવાદની હોસ્પિટલ ક્યાંક જીવન મરણ વચ્ચે છે. ત્યારે આ અકસ્માતમાં બેફામ રીતે ગાડી હંકારનાર શખ્શો રાજકીય વગ ધરાવતા હોવાથી આખો મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે.

ખેડબ્રહ્મામાં ભયાવહ અકસ્માત

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ ઉપર પેટ્રોલપંપની સામે નશામાં ધૂત એક કાર ચાલક પૂર ઝડપે અને ગફલતભરૂી રીતે કાર હંકારતા એક બાઈકને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં વીજ કચેરીના મહિલા કર્મચારી અને તેમના પુત્રનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે મહિલાના પતિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માત-humdekhengenews

અકસ્માતમાં મહિલા કર્મચારી અને તેમના પુત્રનું મોત

ખેડબ્રહ્મા સ્ટેટ હાઇવે રોડ ઉપર પેટ્રોલપંપની સામે નશામાં ધૂત એક કારચાલક 100 થી 120ની ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યો હતો. ત્યારે વાસણા રોડ ઉપર રહેતા પારસભાઈ પ્રજાપતી તેમની પત્ની દર્શનાબેન (ઉં.વ.42) તથા તેમનો દિકરો શિવમ્ (ઉ.વ.19) બાઈક ઉપર પસાર થતા હતા તે દરમિયાન ચાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દર્શનાબેન અને તેમના દિકરા શીવમને ગંભીર ઈજાઓ પહોંચતા બંન્નેના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે પારસભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા.

 

શિવમ ધો. 10 ની પરીક્ષા આપી હતી

આ અકસ્માતમાં માતા- પુત્રના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે ત્યારે જાણવા મળ્યા મુજબ ગત માર્ચમાં લેવાયેલ ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ હવે જાહેર થવાનું છે જેમાં મૃતક શિવમ્ પ્રજાપતિએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી અને પરિણામની રાહ જોઈ રહ્યા હતા.

અકસ્માત-humdekhengenews

પોલીસે નોંધી ફરિયાદ

આ અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને નીરંજનભાઈ પ્રજાપતીએ કાર ચાલક પાવક સચિનભાઈ જોષી (રહે. પુષ્પકુંજ સોસાયટી, ખેડબ્રહ્મા) સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પી.પી. જાનીએ તપાસ હાથ ધરી છે.

મામલો રફેદફે કરવાના પ્રયાસની ચર્ચા

આ અકસ્માત અંગે બેફામ રીતે ગાડી ચલાવનારને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અકસ્માત સર્જનાર કાળખુમી કાર સાબરકાંઠા જિલ્લામાંથી છેક ઉપર સુધી રસુખ ધરાવનાર માલેતુજારના ફરજંદની છે. વધુમાં સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાની રાતે કાર ચાલક નશામા હતો, બેફામ સ્પીડમા હતો. આખોય મામલો રાજકીય બળે પોલીસ રફેદફે કરવાના, દબાવી રહ્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. અક્માત બાદ ગાડીમાં સવાર બે શખ્શો હાલ ફરાર હોવાની માહિતી છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાડીમાંથી દારુની બોટલ ગાયબ કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે આ મામલે કોઈ કડક કાર્યવાહી થશે કે આખો મામલો રફેદફે કરવામા આવશે તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે.

 આ પણ વાંચો : સામાન્ય નાગરિકના વેશમાં ફરતા હતા આતંકવાદી, ગુજરાત ATSએ આ જગ્યાએથી દબોચ્યા

Back to top button