અમિત શાહના કાફલાનો પીછો કરી રહ્યો હતો નશામાં ધૂત શખ્સ…સુરક્ષામાં ખામી પર જુઓ શું કહ્યું પોલીસે?
- અમિત શાહનો કાફલો એરપોર્ટથી રવાના થયો ત્યારે બાઈક સવાર બે યુવકોએ કર્યો હતો પીછો
- પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતા નશામાં હોવાનું ખુલ્યું
- સુરક્ષામાં કોઈ ખામી હોવાનું જણાતું નથી : ડીએસપી
રાંચી, 20 જુલાઈ : આજે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી હતી. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આ લોકો નશામાં હતા.
#WATCH | Ranchi, Jharkhand: On a man arrested during Union Home Minister Amit Shah’s programme in the city, DSP Hatia Pramod Kumar Mishra says, “The accused did not enter the convoy (Union Home Minister Amit Shah). However, he was speeding and following the convoy, so we have… pic.twitter.com/8tKT0JvZHN
— ANI (@ANI) July 20, 2024
મળતી માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા હતા. જ્યારે તેમનો કાફલો બિરસા મુંડા એરપોર્ટથી સ્થળ માટે રવાના થયો ત્યારે બાઇક પર સવાર બે તેમના કાફલાનો પીછો કરી રહ્યા હતા. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા હટિયા ડીએસપી પ્રમોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ લોકો કાફલામાં પ્રવેશી શક્યા ન હતા. તેણે કહ્યું કે આ લોકો ખૂબ જ ઝડપથી બાઇક ચલાવીને કાફલાનો પીછો કરી રહ્યા હતા. આ લોકો નશામાં હતા.
આ પણ વાંચો : થુંકવાળી રોટલીના વીડિયો પર ટ્વિટ કરી ફસાયો સોનુ સૂદ, કંગનાએ કહ્યું-તમારી પોતાની રામાયણનું…
પોલીસે બંને યુવકોની ધરપકડ કરી
પોલીસે બંને યુવાનોની તુરંત ધરપકડ કરી લીધી હતી. ANI સાથે વાત કરતા ડીએસપીએ ધરપકડ કરાયેલ યુવકને સમગ્ર મામલો જણાવવા કહ્યું. આ અંગે બંને યુવકોએ નશામાં હોવાની કબૂલાત કરી હતી. ડીએસપીએ કહ્યું કે હાલમાં સુરક્ષામાં કોઈ ખામી હોવાનું જણાતું નથી.
બંને યુવકોની ઓળખ બહાર આવી
અમિત શાહના કાફલામાં બાઇક સાથે ઘૂસેલા બે યુવકોની ઓળખ પણ બહાર આવી છે. રિપોર્ટ્સ અનુસાર, એક વ્યક્તિનું નામ અંકિત અને બીજાનું નામ મોહિત છે. અમિત શાહની સુરક્ષાનો ભંગ કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને ખબર નથી કે કોનો કાફલો જઈ રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તે ગુનેગાર નથી.
આ પણ વાંચો : VIDEO: લાઈવ ક્રિકેટ દરમિયાન સ્ટેડિયમમાં ઘુસ્યું શિયાળ, ખેલાડીઓમાં અફરાતફરી