તબીબ છે કે હવસખોર! આ ડૉક્ટરને ડૉક્ટર કહેતા શરમ આવે એવું કર્યું કામ
- આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરનું વિકૃત ચરિત્ર આવ્યું સામે, સારવાર અર્થે આવતી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટના ફોટા લેતાં વિવાદ
આસામના ગુવાહાટીમાં એક ડૉક્ટરનું વિકૃત ચરિત્ર સામે આવ્યું છે. જે ચિકિત્સા ડૉક્ટરોના સમુદાય માટે શરમ જનકનું કારણ બની રહ્યું છે. આશા વર્કરોને પણ આરોપી ડૉક્ટર સામે વિરોધ કરવા અને તેની તાત્કાલિક ધરપકડની માંગ કરવાની ફરજ પડી હતી. આ ઘટના શિવસાગર જિલ્લાના નઝીરા ગેલેકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે.
શું બનાવ બન્યો હોતો આરોગ્ય કેન્દ્રમાં?
પ્રસૂતિને 27 જૂને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના દાખલ થયા બાદ આરોગ્ય અધિકારી ડો.શાહદ ઉલ્લાહે મહિલાની સારવાર દરમિયાન તેના પ્રાઈવેટ પાર્ટના કેટલાક દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ દ્રશ્યો આરોગ્ય કેન્દ્રના એક ગ્રુપમાં વાયરલ કરાયા હતા. કેન્દ્રના ગ્રુપમાં દ્રશ્યો વાયરલ થતાની સાથે જ આ ક્લિપ્સ બાદમાં અન્ય સોશિયલ મીડિયા નેટવર્ક પર પણ વાયરલ થઈ હતી. જેના કારણે આરોગ્ય કેન્દ્રમાં ડો.શાહદ ઉલ્લાની અનૈતિક કામગીરી સામે હોબાળો મચી ગયો હતો.
ધટનાની જાણ થતા આશા કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી:
દર્દીઓને પીએચસીમાં લાવનાર આશા કાર્યકરોએ આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. બીજી તરફ રોષે ભરાયેલા આશા વર્કરોએ જણાવ્યું કે ડો.શાહદ ઉલ્લાહે ગર્ભવતી મહિલાની આવી તસવીરો વાયરલ કરી હતી. ડૉક્ટરના આ વર્તનને લઈને આરોગ્ય કેન્દ્રની આશા વર્કરોએ તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: અરે..રે કેન્યામાં બેકાબૂ બનેલા ટ્રકે 48ના જીવ લીધા, 30 ઘાયલ