ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરના અનંતનાગનો ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટર બધા માટે પ્રેરણારૂપ, જુઓ વીડિયો

  • પિતાની મિલમાં કામ કરતા સમયે અકસ્માત થતા બંને હાથ ગુમાવી દીધા
  • આમિર હુસૈન લોન જમ્મુ અને કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન

જમ્મુ-કાશ્મીર, 12 જાન્યુઆરી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના વાઘામા ગામનો 34 વર્ષીય ડિફરન્ટલી-એબલ્ડ ક્રિકેટર આમિર હુસૈન લોન બધા માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો છે. હાલમાં આમિર હુસૈન લોન જમ્મુ અને કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન છે. અમીર 2013થી વ્યાવસાયિક રીતે ક્રિકેટ રમી રહ્યો છે જ્યારે એક શિક્ષકે તેની ક્રિકેટની પ્રતિભા શોધી કાઢી અને તેને પેરા ક્રિકેટ સાથે પરિચય કરાવ્યો. તે તેના ખભા અને ગરદન વચ્ચે બેટ પકડીને તેના પગ અને બેટનો ઉપયોગ કરીને બોલિંગ કરે છે. અમીર જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે તેના પિતાની મિલમાં અકસ્માતમાં તેના બંને હાથ ગુમાવી દીધા હતા.

 

આમિર હુસૈન લોન પર બાયોપિક ફિલ્મ 

આ યુગમાં જ્યાં બધું હોવા છતાં બધું મેળવી શકાતું નથી. ત્યારે હાથ ન હોવા છતાં પણ આમિર હુસૈન લોનએ ક્રિકેટ રમી અને આખી દુનિયા માટે રોલ મોડેલ બની ગયા છે. આ વાત છે કાશ્મીરના પ્રખ્યાત વિકલાંગ ક્રિકેટર આમિર હુસૈન લોનની. કાશ્મીરના વાઘામા ગામનો 34 વર્ષીય વિકલાંગ ક્રિકેટર અમીર હુસૈન લોન ક્રિકેટની દુનિયામાં એક પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યો છે. આમિરને જમ્મુ-કાશ્મીરની પેરા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેણે 8 વર્ષની ઉંમરે લાકડાંની મિલની દુર્ઘટનામાં તેના બંને હાથ ગુમાવ્યા, તેમ છતાં તેણે તે હાંસલ કર્યું જે હ્રદય તૂટયા વિના કોઈ કરી શકે નહીં. 2013માં, આમિરે તેના પગથી બોલિંગ કરવાનું શરૂ કર્યું અને તેની ગરદનની આસપાસથી બેટ વડે સારી બેટિંગ પણ શરૂ કરી. શારજાહમાં આયોજિત UAE દુબઈ પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો. તેની આ અસાધારણ સફરને ઓળખીને, મુંબઈ સ્થિત ફિલ્મ પ્રોડક્શન હાઉસ ‘પિકલ એન્ટરટેઈનમેન્ટ’એ આમિરની બાયોપિકના નિર્માણની જાહેરાત કરી. આમિર નામની બાયોપિકનું નિર્માણ બિગ બેટ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું દિગ્દર્શન મહેશ વી.ભટ્ટ કરશે. જેને લઈને બોલિવૂડ એક્ટર વિકી કૌશલે કહ્યું કે, તે આ બાયોપિકમાં આમિર હુસૈન લોનની ભૂમિકા ભજવવા માંગશે.

આ પણ જુઓ :સ્વામી વિવેકાનંદ જન્મજયંતીઃ ગુજરાતમાં યુવા દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન

Back to top button