ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરતના હીરાના વેપારીએ વિરાટ કોહલીને ભેટ આપવા તૈયાર કરાવ્યું હીરા જડેલુ બેટ, જાણો શું છે તેની વિશેષતા

ભારતમાં અનેક લોકોમાં ગજબનો ક્રિકેટનો ક્રેઝ જોવા મળતો હોય છે. જેમાં ક્રિકેટ પ્રેમીઓ પોતાના ફેવરેટ ક્રિકેટર માટે કંઈકને કંઈક કરતા હોય છે. ત્યારે ડાયમંડ સિટી સુરતના એક ક્રિકેટ પ્રેમી હીરાના વેપારીએ ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવા માટે એક વાસ્તવિક હીરાનું બેટ તૈયાર કર્યું છે. આ રિયલ ડાયમંડ બેટ બનાવવા માટે એક કેરેટ ઓરિજિનલ રફ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુરતના એક ક્રિકેટ ફેન્સે રિયલ ડાયમંડમાંથી બેટ તૈયાર કરાવ્યું

પ્રાપ્ત વિગતો મુજબ ડાયમંડ સિટી સુરતના એક ક્રિકેટ ફેન્સે ક્રિકેટ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવા 1.04 કેરેટના રિયલ ડાયમંડમાંથી બેટ તૈયાર કરાવ્યું છે, એક મહિનાની મહેનત બાદ આ રિયલ ડાયમંડને બેટના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે.સિંગલ નેચરલ ડાયમંડમાંથી આ ક્રિકેટ બેટ તૈયાર કરાવવામાં આવ્યું છે . આ બેટ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, રિયલ ડાયમંડ બેટ બનાવવા માટે એક કેરેટ ઓરિજિનલ રફ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જાણો શું છે તેની વિશેષતા

આ અંગે રીયલ ડાયમંડને સિંગલ પીસમાં બેટનું સ્વરૂપ આપનાર કંપનીના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ મીડિયાને જણાવ્યું હતુ કે ” આ હીરો સિંગલ પીસ છે અને કુદરતી છે. તેને ક્રિકેટ બેટનો આકાર આપવામાં આવ્યો છે. 1.04 કેરેટ કુદરતી હીરાને બેટ તરીકે કટિંગ અને પોલિશ કરવામાં આવ્યું છે. અને તેની ખાસ વાત એ છે કે, દરેક ખૂણાથી બેટને પૉલિશ કરવામાં આવી છે.આ બેટમાં બધા નેચરલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એવી ટેકનિક વાપરવમાં આવી છે કે જોનારને તરત જ ખબર પડી જાય કે આ નેચરલ ડાયમંડ છે.તેની કિંમત 10 લાખ છે અને તેની સાઈઝ 15 મીટરથી 5 મીટર છે.

વિરાટ કોહલીને ભેટમાં  અપાશે આ ડાયમંડ જડિત બેટ

સુરત દુનિયાભરમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગ માટે જાણીતુ છે. ત્યારે મૂળ સુરતના અને વર્ષોથી ડાયમંડ ઉદ્યોગની ટેક્નોલૉજી સાથે સંકળાયેલા એક ટેક્નોક્રેટે આ નેચરલ ડાયમંડ જડિત બેટ તૈયાર કર્યું છે. આ નેચરલ ડાયમંડ બેટ તૈયાર કર્યું છે Lexus-Technomist Groupના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ આ નેચરલ ડાયમંડ બેટ તૈયાર કર્યું છે, ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે તેઓ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલીના મોટા ફેન્સ છે જેથી તેમને ભેટમાં આપવા માટે આ બેટ તૈયાર કરાવ્યું છે અને તેમની ઇચ્છા છે કે વિરાટ કોહલીને રૂબરૂમાં મળીને આ અદભુત ક્રિએશનવાળું ભેટ આપે, દુનિયમાં પહેલીવાર કોઇ ક્રિકેટર માટે ડાયમંડ જડિત બેટ તૈયાર થયું છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની વધુ એક આગાહી,રાજ્યમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના

Back to top button