સુરતના ડાયમંડ ઉદ્યોગકારે વડાપ્રધાનની છબિ કંડારીને “મોદી ડાયમંડ” તૈયાર કર્યો


- 25 કારીગરોની મહેનતથી 8 કેરેટના હીરામાં નરેન્દ્ર મોદીની તસવીર કંડારવામાં આવી
સુરત, 13 જુલાઈ, 2024: સુરતના એક ડાયમંડ ઉદ્યોગકારે 40 કેરેટના લેબગ્રોન હીરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ અંકિત કરીને દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતાને વિશિષ્ઠ રીતે અંજલિ આપી છે. આ ડાયમંડનું અનાવરણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, આ હીરો મૂળભૂત રીતે 40 કેરેટનો હતો અને તેમાં લેસર પદ્ધતિથી પીએમ નરેન્દ્ર મોદીની તસવીર કંડાર્યા બાદ હીરાનું ઘડતર કરવામાં આવ્યું અને હાલ તે આઠ કેરેટનો ડાયમંડ છે.

આ અમૂલ્ય ડાયમંડ તૈયાર કરનાર ઉદ્યોગકાર એસ.કે. ડાઈમના કિરણ સુથારે જણાવ્યું કે તેમણે મેઈક ઈન ઈન્ડિયાની તર્જ પર આ મોદી ડાયમંડ બનાવ્યો છે.
લેબમાં તૈયાર થયેલા આ વિશિષ્ઠ ડાયમંડને આકાર આપવામાં અને ઘડવામાં ડાયમંડના 25 કુશળ કારીગરોએ મહેનત કરીને તેમની કલાનો પરિચય કરાવ્યો છે. મોદી ડાયમંડ તૈયાર કરતા એક મહિનાનો સમય લાગ્યો હોવાનું એસ.કે. ડાઈમના કિરણભાઈએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ વીડિયોઃ મોટાં કાવતરાંનો પર્દાફાશ, રેડિયોએક્ટિવ સામગ્રી-રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ ઝડપાયા