- મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ
- અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે
- અંબાજી મંદિર હાલમા 60ફૂટ સુધી સુવર્ણ મંદિર બનવા આવ્યું
રાજકોટના ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ ભેટ સ્વરૂપે અર્પણ કરાયું છે. જેમાં અંબાજી મંદિર ખાતે માઇભક્તે 558 ગ્રામ સોનાનું દાન કર્યું છે. તેમાં રૂપિયા 33 લાખ 48 હજાર કિંમતના સોનાની ભેટ આપી છે. મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનું દાન આવ્યું છે. તેમજ અગાઉ શિખર માટે સોનાનું દાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે જળબંબાકાર
મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ
અંબાજી મંદિર અરવલ્લી ગિરિમાળાઓમાં પહાડોમાં આવેલું જગતજનની જગદંબા મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિર હાલમા 60ફૂટ સુધી સુવર્ણ મંદિર બનવા પામેલ છે અને આ મંદિરમાં અંદાજે 140 કિલો કરતાં વધુ સોનાનો ઉપયોગ થયેલ છે. સ્વતંત્રતા દિવસના પર્વે રાજકોટના મહિભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 558 ગ્રામ સોનુ સુવર્ણ શિખર માટે ભેટ સ્વરૂપે અર્પણ કરાયું હતું. અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો અલગ અલગ પ્રકારે દાન પણ કરતા હોય છે ત્યારે રાજકોટના માઇ ભક્તે સુવર્ણ શિખર માટે દાન કર્યું હતું.
માઈભક્ત દ્વારા 558 ગ્રામ સોનુ જે બિસ્કીટ સ્વરૂપે તેઓ લઈને આવ્યા
રાજકોટ ખાતે રહેતા અને વર્ષોથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા આવતા માઈભક્ત દ્વારા 558 ગ્રામ સોનુ જે બિસ્કીટ સ્વરૂપે તેઓ લઈને આવ્યા હતા, જેની કિંમત 33 લાખ 48 હજાર કિંમત થાય છે. અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર દ્વારા ભેટ સ્વરૂપે આવેલ સોના ને મંદિરમાં માતાની સમક્ષ પૂજન કરવા લઈ જવામાં આવ્યું હતું ત્યારબાદ આ સોનાને સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવ્યું હતું.