ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ચિલીમાં જંગલની વિકરાળ આગ ૪૬ને ભરખી ગઈ

Text To Speech
  • ભયંકર આગને કારણે લગભગ 1,100 ઘરો નાશ પામ્યા

ચિલી, 4 ફેબ્રુઆરી: દક્ષિણ અમેરિકાના દેશ ચિલી(Chile)માં જંગલમાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભીષણ આગને કારણે અત્યારસુધીમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 1,100 ઘરો નાશ પામ્યા છે. શનિવારે મૃતકોની માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી, બચાવ ટુકડીઓ વાલપરાઈસોના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શકી નથી.

 

 

આગ ગીચ વસ્તીવાળા વિસ્તારો તરફ ફેલાઈ રહી છે

ચિલીના ગૃહ પ્રધાન કેરોલિના તોહાએ જણાવ્યું હતું કે, દેશના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં 92 જંગલોમાં આગ લાગી છે. 43,000 હેક્ટરનો વિસ્તાર જંગલમાં લાગેલી આગથી પ્રભાવિત થયો છે. અમારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે આગ ગીચ વસ્તીવાળા વિસ્તારો તરફ ફેલાઈ રહી છે. જેના કારણે લોકો, ઘરો અને સુવિધાઓને અસર થવાની સંભાવના છે.

 

રસ્તાઓ પર બળી ગયેલી ગાડીઓ જોવા મળી

 

રિપોર્ટ અનુસાર, શહેરના પહાડી વિસ્તાર વિલા ઈંડિપેંડેંનિયામાં ભીષણ આગ લાગી છે. સેંકડો ઘરો અને વ્યવસાયો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને સળગેલી કાર શેરીઓમાં પાર્ક કરેલી જોવા મળી રહી છે. એક પીડિતાએ કહ્યું કે, હું અહીં 32 વર્ષથી છું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું થશે. અન્ય વ્યક્તિએ કહ્યું કે, તેણે શુક્રવારે બપોરે નજીકની ટેકરી પર આગ સળગતી જોઈ અને 15 મિનિટમાં આખો વિસ્તાર જ્વાળાઓ અને ધુમાડામાં લપેટાઈ ગયો. જેના કારણે દરેકે પોતાનો જીવ બચાવવા ભાગવાની ફરજ પડી હતી.

 

 

2023માં રેકોર્ડબ્રેક ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27ના થયા હતા મૃત્યુ

ચિલીમાં ઉનાળા દરમિયાન જંગલમાં આગ લાગવી સામાન્ય બાબત છે. ગયા વર્ષે, અહીં રેકોર્ડબ્રેક ગરમી દરમિયાન ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા અને 400,000 હેક્ટરથી વધુ જમીનને અસર થઈ હતી. ગૃહમંત્રી તોહાએ કહ્યું કે, આ વખતે આગનો વિસ્તાર ગત વર્ષની સરખામણીએ ઘણો નાનો છે, પરંતુ તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જંગલની આગ વિના ડેલ માર (Vina del Mar)ના દરિયાકાંઠાના રિસોર્ટ ટાઉન સુધી ફેલાવાનો ખતરો છે, જ્યાં કેટલાક વિસ્તારો પહેલાથી જ ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

આ પણ જુઓ: નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં પૃથ્વી કેટલી સુંદર દેખાય છે

Back to top button