નીતા અંબાણીને એક વાર સાડી પહેરાવવાના ડિઝાઇનર લે છે લાખો રૂપિયા


- નીતા અંબાણી તેમની ફિટનેસ અને ફેશન સેન્સ માટે પણ જાણીતા છે
- ઇન્ડિયન આઉટફિટને તે સારી રીતે કેરી કરી શકે છે
- નીતા અંબાણી કંઇ પણ પહેરે બોરિંગ લાગતુ નથી
નીતા અંબાણીની ખુદની એક અલગ ઓળખ છે. તેને પોતાની સુઝ બુઝ અને પ્રતિભાના કારણે માત્ર દેશમાં નહીં, વિદેશમાં પણ લોકો સારી રીતે જાણે છે. નીતા અંબાણી બિઝનેસ વુમન, સોશિયલી એક્ટિવ હોવા ઉપરાંત તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે પણ જાણીતા છે.
નીતા અંબાણીની સ્ટાઇલ સેન્સના લોકો દીવાના છે. ફેશન ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે તેનાથી તેને કોઇ ફર્ક પડતો નથી. તે 50 પ્લસ હોવા છતાં પણ કોઇ પણ આઉટફીટને સારી રીતે કેરી કરી શકે છે. ઇન્ડિયન આઉટફિટને તે જે ગ્રેસ સાથે કેરી કરે છે તે જોતા તે ટ્રેન્ડ સેટર બની જાય છે.
કોણ છે નીતા અંબાણીના સ્ટાઇલિસ્ટ
તમે જાણો છો નીતા અંબાણીની આ સ્ટાઇલ પાછળ કોણ જવાબદાર છે? તેમને કોણ આટલા સ્ટાઇલિશ બનાવે છે? નીતા અંબાણી પાસે ડિઝાઇનર કપડાંની તો ભરમાર છે. તે દરેક વખતે સૂટ કે સાડી પહેરે છતાં બોરિંગ લાગતી નથી. તો આ ક્રેડિટ ડોલી જૈનને જાય છે. તેઓ નીતા અંબાણીના વોર્ડરોબમાં રહેલા પીસને બહેતર લુક આપે છે. અલગ અલગ ઇવેન્ટમાં તેને ટ્વિસ્ટ કરે છે. નીતાની વહુ રાઘિકા મર્ચન્ટના એન્ગેજમેન્ટ લુકને ગોર્જિયસ બનાવવા પાછળ પણ ડોલી જૈનનો હાથ હતો.
આટલો કરે છે ચાર્જ
એક આઉટફિટને ડ્રેપ કરવાની ડોલીની કિંમત 35,000 રૂપિયાથી લઇને 2 લાખ રૂપિયા છે. કલ્ચર સેન્ટરના અવસરે મિસીસ અંબાણીએ વાદળી રંગની જે બનારસી સાડી પહેરી હતી તે પણ ડોલીએ સ્ટાઇલ કરી હતી.
આ પણ વાંચોઃ દિલ્હી બાદ આ હિલ સ્ટેશન બન્યુ સૌથી પ્રદુષિત સ્થાન