લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન આપવા અંગે લેવાશે નિર્ણય, આજે કોર્ટમાં સુનાવણી
જાણિતા લોકગાયક દેવાયત ખવડના આગોતરા જામીન અંગે આજે કોર્ડમાં સુનાવણી કરવામાં આવશે . મયુરસિંહ રાણા પર હુમલો કરવા બદલ દેવાયત ખડક અને સહિત બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દેવાયત ખડકની ધરપકડ કરી લીધા બાદ તેને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ત્યારે આજે કોર્ટમાં દેવાયત ખડકના આગોતરા જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આજે કોર્ટની સુનાવણીમાં નક્કી થશે કે દેવાયત ખડકને આગોતરા જામીન મળશે કે નહી.
જામીન માટે કરી હતી અરજી
રાણો રાણાની રીતે ફેમ લોકગાયક દેવાયત ખવડ હાલ જેલના સળિયા પાછળ છે. મયુર સિંહ રાણા પર હુમલો કર્યા બાદ ઘણા સમયથી ભુગર્ભમાં રહ્યા બાદ દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો હતો. અને દેવાયત ખવડે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. ત્યારે દેવાયત ખવડ જેલમાંથી બહાર નીકળી શકે છે કે નહી તે અંગે કોર્ટ આજે નક્કી કરશે.
રાજકોટમાં મયુરસિંહ રાણા પર કર્યો હતો હુમલો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ તેના બે સાથીઓ સાથે મળીને રાજકોટમાં મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર ઘાતક હુમલો કર્યો હતો. મયુરસિંહ રાણા અને તેમના પરિવારે આ બાબતે દેવાયત ખવડ અને તેના સાથિદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસ આ ઘટનાની તપાસ કરી હતી ત્યારે પોલીસને હુમલાની આ ઘટનાના સીસીટીવી પણ મળી આવ્યા હતા જે બાદ દેવાયત ખવડ ઘણા સમયથી ફરાર થઈ ગયો હતો. અને બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં તેના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યો હતો. ત્યારે પછીથી દેવયત અને તેના સાથીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદમાં સવાર સવારમાં ધુમ્મસ છવાતા જોવા મળ્યો હિલ સ્ટેશન જેવો નજારો