ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

CNG અને PNGમાં બાયોગેસના મિશ્રણનો નિર્ણય, ઇથેનોલનું ઉત્પાદન વધશે

  • કેન્દ્ર સરકાર દ્વારા CNG અને PNGમાં બાયોગેસનું મિશ્રણ 1 ટકા કરવાનો નિર્ણય લેવાયો, 2028 સુધીમાં તેને વધારી ને 5 ટકા કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2028-29 સુધીમાં 750 જેટલા બાયોગેસ પ્રોજેક્ટ બનાવવામાં આવશે.

દિલ્હી, 26 નવેમ્બર: દેશમાં બાયો ફ્યુઅલને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સરકારે હવે CNG અને PNG સાથે બાયોગેસ મિક્સ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)માં બાયોગેસનું મિશ્રણ કરવું ફરજિયાત રહેશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ પગલાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે. આ ઉપરાંત કોમ્પ્રેસ્ડ બાયો ગેસનું ઉત્પાદન અને વપરાશ પણ વધશે. આ નિર્ણયનો તબક્કાવાર અમલ કરવામાં આવશે.

ઓટોમોબાઈલ અને ઘરોમાં એક ટકા મિશ્રણનો ઉપયોગ કરવામાં આવશે

નેશનલ બાયોફ્યુઅલ કોઓર્ડિનેશન કમિટી (NBCC) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે સેન્ટ્રલ રિપોઝીટરી બોડી (CRB) બાયોગેસ મિશ્રણની સિસ્ટમ પર નજર રાખશે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે આ નિયમ દરેક જગ્યાએ અનુસરવામાં આવે છે કે નહીં. આ નવી સિસ્ટમ નાણાકીય વર્ષ 2025-26થી શરૂ થશે. હાલમાં ઓટોમોબાઈલ અને ઘરોમાં તેનો ઉપયોગ એક ટકા મિશ્રણ સાથે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 2028 સુધીમાં તેને વધારીને 5 ટકા કરવામાં આવશે.

વિદેશી ભંડોળ બચાવવામાં પણ મદદ કરશે

પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે બાયોગેસનો ઉપયોગ વધારવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. તેનાથી બાયોગેસનું ઉત્પાદન વધશે અને દેશની એલએનજી આયાત પણ ઘટશે. આનાથી દેશના લોકોને પૈસા તો મળશે જ પરંતુ સરકારને વિદેશી ભંડોળ બચાવવામાં પણ મદદ મળશે. નેટ શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ સરકારનું આ એક મજબૂત પગલું છે.

750 બાયોગેસ પ્રોજેક્ટ બનાવવામાં આવશે: હરદીપ સિંહ પુરી

હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આ નિર્ણય સાથે 2028-29 સુધીમાં લગભગ 750 બાયોગેસ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવશે. 37,500 કરોડનું રોકાણ પણ થશે. તેમણે કહ્યું કે મકાઈમાંથી ઈથેનોલનું ઉત્પાદન વધારવા પર પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. કૃષિ વિભાગ અને ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ પણ આ માટે સંમત થયા છે. સરકારે 2027 સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ATFમાં એક ટકા ઈથેનોલ અને 2028 સુધીમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે 2 ટકા ઈથેનોલ ઉમેરવા સંમતિ આપી છે. હાલમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં 2030 સુધીમાં તેને 20 ટકા સુધી લાવવાની યોજના છે.

આ પણ વાંચો: Citi Bank, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને રૂ.10.34 કરોડનો દંડ ફટકારાયો

Back to top button