- ગેરરીતિ આચરાયાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર રદ કરવાનો આદેશ અપાયો
- જૂના ટેન્ડરની સરખામણીએ સરકારની તિજોરીને રૂ.125 કરોડનો ફાયદો થશે
- રૂ.108.80ના ભાવે ઓર્ડર આપવાનું નક્કી કરાયું હતું
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના એક નિર્ણયથી સરકારને રૂ.125 કરોડનો ફાયદો થયો છે. જેમાં પાઠયપુસ્તક મંડળમાં કાગળ ખરીદીનું નવું ટેન્ડર થતાં રૂ.125 કરોડનો ફાયદો થયો છે. તેમાં ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાયાના આક્ષેપ થતાં ટેન્ડર રદ કરાયું હતું. જેમાં પ્રતિકિલો દીઠ ભાવ રૂ.108.80થી ઘટી 68.80 આવ્યો છે. તેમજ 25 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં પવન સાથે ઠંડીનો ચમકારો, જાણો ક્યા કેટલુ તાપમાન રહ્યું
ગેરરીતિ આચરાયાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર રદ કરવાનો આદેશ અપાયો
ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તક માટે 32 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદવાનું પ્રતિકિલોએ રૂ. 108.80ના ભાવે ટેન્ડર મંજુર કરાયું હતું. આ ટેન્ડરમાં મોટી ગેરરીતિ આચરાયાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર રદ કરવાનો આદેશ અપાયો હતો. ફરીથી નવું ટેન્ડર કરાયું, જેમાં પ્રતિકિલો રૂ.68.80નો ભાવ આવ્યો. આમ જૂના ટેન્ડરની સરખામણીએ સરકારની તિજોરીને રૂ.125 કરોડનો ફાયદો થશે.
આ પણ વાંચો: દેશમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર બાદ ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ
રૂ.108.80ના ભાવે ઓર્ડર આપવાનું નક્કી કરાયું હતું
રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા 32 હજાર મેટ્રિક ટન મેપ લીથો કાગળ જે પુસ્તક તૈયાર કરવામાં વપરાય છે તે ખરીદવાનું રૂ.371.20 કરોડનું ટેન્ડર કરાયું હતુ. આ ટેન્ડરમાં સ્પેસિફિકેશનમાં ફેરફાર કરાતાં સ્પર્ધા ઘટી ગઈ હોવાથી માત્ર 6 જ કંપનીઓ આવી હતી, જેમાથી 4 કંપનીઓ ક્વોલિફાઈડ થઈ હતી. જેમાં એલ-1 તરીકે શાહ પેપર મિલ લીમિટેડ આવી હતી, જેનો કુલ ભાવ રૂ.351.36 કરોડનો ભર્યો હતો. એટલે કે, 1 કિલો કાગળનો ભાવ રૂ.109.80 જેટલો થાય, જેને છેલ્લે રૂ.108.80ના ભાવે ઓર્ડર આપવાનું નક્કી કરાયું હતું. દરમિયાન ફરિયાદો ઉઠતાં આ ટેન્ડર સ્થગિત કરાયું હતુ. એ પછી મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં સ્પર્ધા વધે એ પ્રકારનું નવુ ટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો હતો.
કુલ ભાવ રૂ.272 કરોડ થતો હતો જેના બદલે હવે ઘટીને રૂ.172 કરોડ થશે
નવા ટેન્ડરમાં વોટર માર્કનો વિકલ્પ દુર કરાયો, સિક્યોરીટી ફિચર્સ હટાવી દીધા તેમજ 80ના બદલે 70 જીએસએમ કાગળ લેવાનો નિર્ણય કરાયો. આ સિવાય સિંગલના બદલે ચાર ભાગમાં કુલ 20 હજાર મેટ્રિક ટન કાગળના ટેન્ડર કરાયા જેમાં પ્રતિકિલો દીઠ રૂ.68.80નો ભાવ આવ્યો. જૂના ટેન્ડર મુજબ બાકી રહેલ 25 હજાર મેટ્રિક ટન કાગળનો કુલ ભાવ રૂ.272 કરોડ થતો હતો જેના બદલે હવે ઘટીને રૂ.172 કરોડ થશે.