ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતની આ મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળી

Text To Speech
  • વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી તંત્રને જાણ કરી હતી
  • ચાલુ ભોજને મૃત ગરોળી નીકળતા થોડી વાર તો વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા
  • નાયબ મામલતદાર સહિતની ટીમ તાત્કાલીક કોલેજ પહોચી

સુરેન્દ્રનગરની લીંબડી હોમિયોપેથિક મેડિકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં મૃત ગરોળી નીકળી છે. જેમાં નાયબ મામલતદારે વિદ્યાર્થીઓને સારું ભોજન આપવા સૂચના આપી છે. છાત્રોને બહાર ન જવા દેવાતા કોઇએ ટીખળ કર્યાનું સંચાલકે જણાવ્યું છે. તેમજ ભોજનની આવી હાલત જોતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી તંત્રને જાણ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCને 10 પ્લોટની હરાજીથી થયેલ કમાણીની રકમ જાણી રહેશો દંગ 

ચાલુ ભોજને મૃત ગરોળી નીકળતા થોડી વાર તો વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા

લીંબડી હોમીયોપેથીક મેડીકલ કોલેજની કેન્ટીનના ભોજનમાં જમતા જમતા મૃત ગરોળી નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી તંત્રને જાણ કરતાની સાથે જ ડેપ્યુટી કલેકટરની સુચનાથી નાયબ મામલતદાર દોડી જઇ કડક સુચના આપી કાયમી તકેદારી રાખવા જણાવ્યુ હતુ. સામે સંચાલકો દ્વારા વિદ્યાર્થીએ ટીખળ કર્યાનું જણાવી લુલો બચવા કરતા વિદ્યાર્થીઓએ રોષ વ્યકત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર અનેક જગ્યાએ ખાણીપીણીની વસ્તુમાં મૃત ગરોળી, વંદા, ડેડકા સહિતની અનેક વસ્તુઓ નીકળતી હોય છે એમ છતાય તંત્ર દ્વારા કડક પગલા લેવાતા નથી. એવામાં લીંબડી હોમીયોપેથીક મેડિકલ કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓ ભોજન કરતા સમયે જમતા જમતા થાળીમાં નાની મૃત ગરોળી નીકળી હતી. આમ ચાલુ ભોજને મૃત ગરોળી નીકળતા થોડી વાર તો વિદ્યાર્થીઓ ગભરાઇ ગયા હતા ભોજનની આવી હાલત જોતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવી તંત્રને જાણ કરી હતી.

નાયબ મામલતદાર એલ.એ.ચીહલા સહિતની ટીમ તાત્કાલીક કોલેજ પહોચી

આ ગંભીરતાને ધ્યાને લઇ લીંબડી ડેપ્યુટી કલેકટરની સુચનાથી લીંબડી નાયબ મામલતદાર એલ.એ.ચીહલા સહિતની ટીમ તાત્કાલીક કોલેજ પહોચી હતી. જ્યા તપાસ કરતા વિદ્યાર્થીને ભોજનતો બદલી દીધુ હતુ પરંતુ બીજી વખત આવી ગંભીર બેદરકારી ના થાય એ માટે સંચાલકોને કડક સુચના અપાઇ હતી. હવે આવી બેદરકારી બદલ કેન્ટીન સંચાલક કે કોલેજ સંચાલક સામે કેવા પગલા લેવાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

Back to top button