ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી

  • એરપોર્ટ પર સ્પેરપાટ્સનું બોક્સ સમજીને ડેડબોડી કંપનીને સોંપી
  • ડેડબોડી પરિવારને ના મળતા પરિવારે CCTV ચેક કરવાનું કહ્યું
  • DGCA અને AAI સમક્ષ આ બાબતે યોગ્ય પગલાં ભરવા માગ કરી

અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટમાં યુવકની ડેડબોડી આવી અને ખોટો સરનામે પહોંચી હતી. જેમાં એરપોર્ટ પર સ્પેરપાટ્સનું બોક્સ સમજીને ડેડબોડી કંપનીને સોંપી હતી. સુરેન્દ્રનગરના યુવકનું 17 માર્ચે ઓસ્ટ્રેલિયામાં દરિયામાં ડૂબવાથી મોત થયું હતું. તેની ડેડબોડી અમદાવાદ આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, હવામાન વિભાગે આપ્યું 2 દિવસનું યલો અલર્ટ 

ડેડબોડી પરિવારને ના મળતા પરિવારે CCTV ચેક કરવાનું કહ્યું

ડેડબોડી પરિવારને ના મળતા પરિવારે CCTV ચેક કરવાનું કહેતા, ટેમ્પોમાં ડેડબોડી લઈ જતી હોવાનું સામે આવ્યું હતુ. તેમજ ખરાઈ વિના ત્રીજી વ્યક્તિને ડેડબોડી સોંપી દેવાતા પરિવારે DGCA-AAIને ફરિયાદ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક યુવકની ડેડબોડી આવી હતી. આ યુવકની લાશ અને તેના પરિવારની ખરાઈ કર્યા વિના અન્ય ત્રીજા વ્યક્તિને સોંપી દેવાતાં મૃતકના પરિવારજનો દ્વારા સમગ્ર મામલે DGCA અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. એરઇન્ડિયાની ફ્લાઇટમાં કાર્ગોમાં સુરેન્દ્રનગરના યુવકની ડેડબોડી આવી હતી. ડેડ બોડી લેવા માટે તેના પરિવારજનો એરપોર્ટ આવ્યા હતા. જોકે એરપોર્ટ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, ઝીલની ડેડબોડી મુંબઈની કોઈ કંપનીના સ્પેરપાર્ટ સમજીને અજાણી વ્યક્તિને સોંપી દેવાતાં પરિવારજનો પણ ચોંકી ઊઠયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: ચેરિટેબલ ટ્રસ્ટની આડમાં કેટલાક લોકો દ્વારા મોટાપાયે ગેરરીતી, 80 જીના સર્ટિફિકેટ પર ITની લગામ

DGCA અને AAI સમક્ષ આ બાબતે યોગ્ય પગલાં ભરવા માગ કરી

આ અંગે સીસીટીવી ચેક કરતાં ટેમ્પામાં ડેડબોડી લઈ જવાતી હોવાનું સામે આવતા સમગ્ર મામલા જાણવા મળ્યો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર એરઇન્ડિયાની ફ્લાઇટમાં ઓસ્ટ્રેલિયાથી ઝીલની ડેડબોડી કોફિનમાં પેક કરીને તેના પર મોકલનારના નામના જે.બી. ડાયલ્સ ફ્યુનરલ્સ લખ્યું હતું. જોકે સમગ્ર વિગત લખેલી હોવા છતાંય અન્ય વ્યક્તિને સ્પેરપાર્ટસ સમજીને આપી દેતાં ગંભીર ભૂલ સામે આવી હતી. જેથી મૃતકના પરિવારને પડેલી હાલાકી અંગે પરિવારજનોએ ડીજીસીએ DGCA અને AAI સમક્ષ આ બાબતે યોગ્ય પગલાં ભરવા માગ કરી છે.

Back to top button