31stના એક દિવસ પહેલા ખેડામાંથી લાખોનો વિદેશી દારુ ઝડપાયો, રાજકીય આગેવાનના પતિએ મંગાવ્યો હતો દારૂ
આવતી કાલે થર્ટી ફસ્ટ હોવાથી દારુની મહેફિલ માણવાનો ખેલ વિજિલન્સની ટીમે બગાડી નાખ્યો છે. થર્ટી ફસ્ટ પર દારુની રેલમછેલ કરવા માટે લાવેલા મોટા પ્રમાણના દારુના જથ્થાને વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. રાજકીય આગેવાનના પતિએ આ દારુ મંગાવ્યો હતો.
ગુજરાતમાં કહેવા માટે તો દારુબંધી છે. પરંતુ અનેક વાર મોટા તહેવારો નજીક આવતા જ દારુની રેલમછેલ થતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ આ દારુ પકડવામાં નિષ્ફળ નિવડતા વિજિલન્સની ટીમ સક્રિય થતી જોવા મળતી હોય છે. ત્યારે આજે ખેડા જિલ્લામાં 31ના એક દિવસ પહેલા મોટી માત્રામા દારુ ઝડપાયો છે.
આખડોલમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
મળતી માહીતી મુજબ નડિયાદ તાલુકાના આખડોલમાં વિજિલન્સની ટીમે દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે અન્ય 5 આરોપીઓ નાસી છૂટ્યા છે. વિજિલન્સની ટીમે આ દરોડામાં કુલ રૂપિયા 12 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ સાથે એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ રૂપિયા 17લાખ 32 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને ગામના પૂર્વ સરપંચનો દારુ ઝડપાયો
ખેડા જિલ્લામાં 31 પહેલા ફરી એક વખત મોટી માત્રામાં દારુ ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ની ટીમે ખેડા જિલ્લામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. અને ખાસ વાત તો એ છે કે આ દારુ ખેડા જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને આખડોલ ગામના પૂર્વ સરપંચ પ્રફુલ પરમાર ઉર્ફે સ્વામીનો છે. સ્ટેટ વિજિલન્સ ની ટીમે દરોડા પાડતા બેન્ને આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે.
આરોપીઓના નામ
આ દારુના કિસ્સામાં કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી બુટલેગર હિતેશ કનુભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે પ્રફુલ ઉર્ફે ઉમેદ પરમાર, અતુલ ઉર્ફે ભુરીયો રાજુભાઈ પરમાર, ચંદ્રકાંત ઉર્ફે લાલો સોની, સુનિલ પરમાર અને દસો પરમાર હાલ પોલીસ પકડથી દુર છે. પોસીલે તમામ મુદ્દામાલ કબ્જે કરી આ આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: જિલ્લાના 12 સખી મંડળને લોનના 21.50 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા