જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલિંગ, હુમલો કરનાર આતંકવાદીઓની કરાઈ ધરપકડ


જમ્મુ અને કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના એક દિવસ બાદ ફરીથી હુમલો થયો છે ત્યારે આ હુમલામાં ઉત્તર પ્રદેશ કન્નૌજના બે યુવકો મૃત્યુ પામ્યા છે.
જમ્મુ – કાશ્મીરમાં ફરી આતંકી હુમલો
મળતી માહિતી મુજબ કાશ્મીર ઝોન પોલીસે મંગળવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ હરમન પર ગ્રેનેડ ફેંક્યો છે, જેમાં યુપીના બે મજૂર મનીષ કુમાર અને રામ સાગર ઘાયલ થયા હતા આથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અત્યારે મળતી માહિતી મુજબ બન્નેની હાલત ગંભિર હોવીથી બન્નેનુ મોત નીપજ્યું હતું. હરમાન વિસ્તારમાં રહેતા બન્ને યુવકો હુમલાના સમયે સૂતા હતા. બંને કન્નૌજના રહેવાસી હતા. ત્યારે રવીવાર બાદ આ ઘટના ફરી ઘટતા આ વિસ્તારને હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પણ જમ્મુ અને કાશ્મીરના અન્ય વિસ્તારોમાં રહેતા હિન્દુ પંડિતોની ચિંતા વધી છે.

હુમલો કરનાર આતંકવાદી પોલિસ હિરાસતમાં
પરોઢીયાના સમયે થયેલ હુમલામાં બે યુવકો મૃત્યુ પામ્યા છે ત્યારે ત્યારે હુમલો કરનાર આતંકવાદીઓની જે એન્ડ કે પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગેની માહિતી આપતા ટ્વીટમાં પોલીસે કહ્યું કે ગ્રેનેડ ફેંકનાર આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું, “શોપિયા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ વ્યક્તિ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ઈમરાન બશીર ગનીનો આતંકવાદી છે. તેમજ આ ઘટના ફરી એકવાર ઘટી છે ત્યારે પોલિસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

બે દિવસ પહેલા થયેલ હુમલામાં એક કશ્મીરી પંડિતનું મોત
આ પહેલા 15 ઓક્ટોબરે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચૌધરી ગુંડમાં કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટની તેમના ઘરની નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તે શોપિયાંમાં રહેતો હતો અને તેણે ક્યારેય સ્થળાંતર કર્યું ન હતું.
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ (KPSS), કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા, તેના સત્તાવાર હેન્ડલ પરથી જણાવ્યું હતું કે, “શોપિયાના ચૌધરી ગુંડમાં અન્ય કાશ્મીરી બિન-સ્થાયી મૃત્યુ પામ્યા હતા. ગ્રાઉન્ડ ઝીરો પર કંઈ બદલાયું નથી.
આ પણ વાંચો: સેના કમાન્ડો ડૉગ Zoom શહીદ, આતંકીઓ સાથેની અથડામણમાં થયો હતો ઘાયલ