ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બિપોરજોય જેવું ખતરનાક વાવાઝોડુ તેજ આવવાની શક્યતા, જાણો ક્યારે થશે અસર

  • લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરિંગ
  • ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે
  • 24 કલાકમાં અરબ સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે

ગુજરાતમાં બિપોરજોય જેવું ખતરનાક વાવાઝોડુ તેજ આવવાની શક્યતા છે. જેમાં બિપોરજોય વાવાઝોડુ હજુ ગુજરાતીઓ ભૂલ્યા નથી. તેનાથી થયેલું નુકસાન હજૂ પણ અમુક અંશે વેઠવાનો વારો આવ્યો છે. ત્યાં ફરી એક વખત ગુજરાત પર મોટુ વાવાઝોડું આવી રહ્યું છે. દરિયામાં એક ચક્રવાત બની રહ્યું છે અને તેને તેજ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતના દરિયા કાંઠે અરબી સમુદ્રમાં વધુ એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાવાઝોડાના વાદળો બંધાયા, બિપોરજોય જેવી મોટી આફત આવશે કે શું!

ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે

હવામાન વિભાગની વાવાઝોડાને લઇ મોટી આગાહી સામે આવી છે. જેમાં 24 કલાકમાં અરબ સમુદ્રમાં સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે. તેમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. લો પ્રેશર એરિયામાં બોટ અને મરીન ન લઈ જવા સૂચના આપવામાં આવી છે. તેમાં 21 તારીખે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં પરિણમશે. ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. તેમજ લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરિંગ છે.

લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરિંગ

ડીપ ડિપ્રેશન બનશે તો સિસ્ટમ વાવાઝોડામાં પરિણમશે. લો પ્રેશર સિસ્ટમ પર હવામાન વિભાગનું સતત મોનિટરિંગ છે. તેમજ રાજ્યમાં બેવડી ૠતુની અસર રહેશે. રાજ્યમાં ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી રહેવાનું અનુમાન છે. ગઇકાલે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે અરેબિયન સીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. રાજ્યના દરિયાકિનારે આગામી દિવસોમાં લો પ્રેસરની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે વાવાઝોડા અંગે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડાને લઈ IMDના વૈજ્ઞાનિક આનંદો દાસે જણાવ્યું કે, અત્યારે આ વાત નિશ્ચિતપણે કહી શકીએ તેમ નથી. આ સ્થિતિ દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ બનતી હોય છે.

દક્ષિણ પૂર્વ અરબ સાગર અને કેરળના કાંઠે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું

21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં 2023ની શરૂઆતથી સક્રિયતા જોવા મળી રહી છે આ કારણે ગુજરાતના વાતાવરણ પર અસર થઈ રહી છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચોમાસું પૂરું થયા બાદ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે. ત્યારે વાવાઝોડાની અસરથી ઊભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. તેજ વાવાઝોડા દરમિયાન ગુજરાતમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ હાલમાં આ સિસ્ટમ પર નજર રાખી રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતા વિશે હાલ સ્થિતિ સ્પષ્ટ નથી. પરંતુ દક્ષિણ પૂર્વ અરબ સાગર અને કેરળના કાંઠે એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે.

Back to top button