ટ્રેન્ડિંગનેશનલ

ફરી આવી રહ્યું છે ચક્રવાતી તોફાન! આ રાજ્યોમાં થશે વરસાદ

  • આવતી કાલે ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 16 અને 17 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસના દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન ગુરુવારે સવારે ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ પ્રેશર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની સંભાવના છે. ભારતીય હવામાન કચેરીના જણાવ્યા મુજબ, ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને અને શનિવારે સવારે બાંગ્લાદેશના કુરુપારા અને મોંગલા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે.

પવનની ગતિ શું હશે ?

લેન્ડફોલ સમયે પવનની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સાથે જ 18 નવેમ્બરની સવારે પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. આ હવામાન પ્રણાલીને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

આંધ્રપ્રદેશમાં વરસાદની આગાહી

આ સિવાય દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે આજે એટલે કે ગુરુવારે અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ગુરુવાર અને શુક્રવારે સમુદ્રની સ્થિતિ ઉબડખાબડ રહેવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 16 અને 17 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને તેની આસપાસના દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. તે જ સમયે, હવામાન વિભાગે આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.

આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં વરસાદ પડશે

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંતરિક તમિલનાડુમાં એક કે બે ભારે સ્પેલ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે કેરળ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને દક્ષિણ આસામમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં ટ્રેન ઊથલાવવાનું કાવતરું નિષ્ફળ, ટ્રેનમાં 400 મુસાફર સવાર હતા

Back to top button