મધ્ય ગુજરાત

એક ડોક્યુમેન્ટ માંગતા ગ્રાહક ઉશ્કેરાયો, બેંક કર્મીને લાફા ઝીંક્યા !

Text To Speech

નડિયાદની બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં શુક્રવારે લોન લેવા માટે આવેલા એક ગ્રાહકે કર્મચારી સાથે મારામારી કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બેન્ક કર્મચારી ગ્રાહક પાસે જરૂરી ડોક્યુમેન્ટ માંગતા ગ્રાહકે ઉશ્કેરાઈ ગયો હતો અને કર્મચારીને થપ્પડો ઝીંકી દીધી હતી. સમગ્ર ઘટનામાં પીડિત કર્મચારીએ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે સીસીટીવીના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાત HC ના રિટાયર્ડ જસ્ટિસ આર.પી.ધોલરીયા OBC કમિશનના નવા ચેરમેન
બૅંક - Humdekhengenews હુમલો કરનાર શખ્સો જ્યારે બેંક કર્મી પર ત્રાટક્યા ત્યારે અન્ય બેંક કર્મચારીઓ પણ તેમણે મારતા રોકવા વચ્ચે પડ્યા હતા તેમ છતાં આ તત્વો જાણે કોઈનો ડર જ ન હોય તેમ બેંક કર્મીને બેફામ માર મારી રહ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ બેંકના અન્ય કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા છેલ્લે બેંકના સુરક્ષા કર્મીએ વચ્ચે આવીને આ શખ્સોને રોક્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ, – “સુરક્ષા સેતુ સોસાયટી” માત્ર નામની
બૅંક - Humdekhengenews પીડિત મનીષકુમાર કુમારે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોતે કપડવંજ રોડ પર આવેલ કર્મવીર ટાવર ખાતેની બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફરજ બજાવે છે. શુક્રવારે બપોરે શર્મા રહેતા બે વ્યક્તિઓ સમર્થ અને પાર્થ નામના આ વ્યક્તિઓએ બેંક કર્મી મનીષ સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે.

Back to top button