ટ્રેન્ડિંગનેશનલવિશેષશ્રી રામ મંદિર

રામનવમીએ જેલમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ, કેદીઓ થયા ભક્તિમાં લીન

Text To Speech
  • યુપીના ગાજીપુરની જેલમાં  કેદીઓએ રામનવમીની ઉજવણી કરી
  • રામનવમી નિમિત્તે ગાયક રાકેશે ગાયા ભજન-કીર્તન
  • મહિલા અને પુરુષ કેદીઓએ પણ ગીતો ગાયને જમાવ્યો રંગ

ઉત્તરપ્રદેશ,18 એપ્રિલ:  યુપીમાં આવેલી  ગાજીપુરની જેલમાં મહિલા અને પુરુષો કેદીઓએ સાથે મળીને રામનવમીની ઉજવણી કરી હતી. આ દરમિયાન જેલમાં કેદીઓએ જાગરણ કરીને ભજન-કીર્તનની સાથે પ્રસાદ વિતરણ પણ કર્યો હતો. રામનવમીને દિવસે જેલમાં રાખેલા આયોજનમાં ગાયક રાકેશના ગીતો પર કેદીઓ મન મુકીને નાચ્યા હતા. રામનવમીની ઉજવણી નિમિત્તે સામાન્ય જ્ઞાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર કરાયેલા વિજેતાઓને જેલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઈનામ વિતરણ પણ કરાયું હતું.

ગાયક રાકેશના ભક્તિગીતોથી જેલનું ભક્તિમય વાતાવરણ

દેશભરમાં રામનવમીની ઉજવણીમાં ઉત્તરપ્રદેશનના ગાજીપુરની જેલમાં કેદીઓ માટે પણ પોલીસ દ્વારા રામનવમીનો ઉજવણીનો કરાવાઈ હતી. જેમાં મહિલા કેદીઓ વ્રત રાખીને રામભગવાનની પુજા કરી હતી. આ પ્રસંગે મહિલા અને પુરુષ કેદીઓએ ભેગા મળીને સમુહમાં શ્રીરામના ભજન-કીર્તન ગાયા હતા. જેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન દ્રારા ગાયક રાકેશને પણ આમંત્રણ આપ્યું હતું. ગાયક રાકેશે પણ ‘રામ આએંગે તો અંગના સજાઉઁગી‘, ‘બમ બમ બોલ રહા હૈ કાશી‘ જેવા ગીતોથી જેલના વાતાવરણને ભક્તિમય  બનાવી દીધું હતું. કેદીઓએ પણ ઉત્સાહ બતાવતા મહિલા કેદીઓમાં ઉષા દેવી, વિજયબાળા દેવી, દીપૂ વગેરે દેવી ગીત ગાઈને માહોલ જમાવ્યો હતો.જ્યારે પુરુષોમાં રવિપ્રતાપ, શુભમ અને ઉમેશે પણ દેવીના ગીતો ગાયા હતા આ સિવાય સતીષ કુમારે પણ ઢોલ વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પણ વાંચો:  ‘બસ અલ્લાહુ અકબર બોલો’, ‘જય શ્રી રામ’ના નારા લગાવતા યુવકો પર હુમલો કરનાર 4ની ધરપકડ

Back to top button