ટાઈટેનિકને પણ ટક્કર આપનારી ક્રુઝ જાન્યુઆરીમાં થશે લોન્ચ , જાણો શું છે તેની વિશેષતા
- વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ જાન્યુઆરી 2024માં જોવા મળશે
- જાન્યુઆરી 2024 માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે
- જહાજમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ
વિશાળ ક્રુઝની વાત આવે તો સૌ કોઈને પહેલા ‘ટાઈટેનિક જ યાદ આવશે. ક્રુઝ નામ સાંભળતા જ ‘ટાઈટેનિક’નું નામ વારંવાર લોકોના મગજમાં આવે છે. અત્યાર સુધીમાં ટાઈટેનિક પહેલી એવી શિપ હશે જે આટલી વિશાળ હશે. જો કે, હવે ટાઈટેનિકની જેમ જ એક વિશાળ ક્રુઝ શિપ જાન્યુઆરીમાં લોન્ચ થવા જઈ રહી છે. જે ટાઇટેનિક કરતાં 5 ગણી મોટી અને ભારે છે. જેથી તે વિશ્વની સૌથી મોટી ક્રુઝ શિપ હશે. તેનું નામ ‘આઈકન ઓફ ધ સીઝ’ છે. મહત્વનું છે કે, ટાઇટેનિક વિશે તે સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તે ડૂબી ન શકે તેવું જહાજ હતું. જોકે, ‘આઈકન ઓફ ધ સીઝ’ વિશે આવો કોઈ દાવો કરવામાં આવી રહ્યો નથી.
રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલે દુનિયાનું સૌથી મોટું લક્ઝુરિયસ ક્રુઝ શિપ તૈયાર કર્યું
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,દુનિયાનું સૌથી મોટું લક્ઝુરિયસ ક્રુઝ શિપ બનીને તૈયાર થઈ ગયુ છે. રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવેલા ટાઈટેનિક જહાજ કરતા પણ મોટા આ ક્રૂઝનું નામ ‘આઈકન ઓફ ધ સી’ છે. આ શિપની લંબાઈ 1200 ફૂટ છે. તેમજ તેનું વજન આશરે 2,50,800 ટન છે. આ એક પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન ક્રુઝ શિપ છે. આ ઉપરાંત જહાજમાં તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમા બાળકોથી લઈને યુવાનો અને વડીલોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેથી પરિવાર સાથે ક્યાંક ફરવાના શોખીન લોકોને તેની મુસાફરી કરી શકે છે. આ લક્ઝુરિયસ ક્રૂઝ પર વોટરપાર્કથી લઈને એડવેન્ચર એક્ટિવિટી, પબ, બાર, રેસ્ટોરન્ટ દરેક વસ્તુઓ સાથે ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે ક્રૂઝ પર વધુમાં વધુ 5,610 લોકો અને 2,350 ક્રૂ આવી શકે છે. તેમાં 7 પૂલ તેમજ 9 વર્લપુલ છે. તેમાં સૌથી મોટુ વોટરપાર્ક પણ છે, જેને કેટેગરી-6 નામ આપવામાં આવ્યું છે. તેમાં કુલ છ વોટર-સ્લાઈડ્સ છે. અને તેમા એક સ્લાઇડ્સ વિશ્વની સૌથી ઊંચી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જહાજ પર મિયામીથી પૂર્વીય કેરેબિયન સુધીની મુસાફરીનો ખર્ચ વ્યક્તિ દીઠ $4,674
હાલમાં જાન્યુઆરી 2024 માટે ક્રૂઝ બુકિંગ લેવામાં આવી રહ્યુ છે. જો કે તે ઘણું મોંઘું હશે. તેમાં મુસાફરી કરવા માટે તમારે ખાસ્સી એવી રકમ ખર્ચ કરવી પડશે. જહાજ પર મિયામીથી પૂર્વીય કેરેબિયન સુધીની સાત રાતની મુસાફરીનો ખર્ચ વ્યક્તિ દીઠ $4,674 છે. આ રકમ પર બાલ્કની સાથેનો રૂમ આપવામાં આવશે. પરંતુ જો તમે ફેબ્રુઆરી સુધી રાહ જોશો તો પ્રતિ વ્યક્તિએ આ ટિકિટ અડધાથી પણ ઓછી હોઈ શકે છે. વાસ્તવમાં ક્રૂઝ શરૂ થવાને કારણે જાન્યુઆરીમાં તેની ટિકિટો ખૂબ મોંઘી છે. ફેબ્રુઆરી મહિનામાં પ્રતિ વ્યક્તિ $2,000માં ટિકિટ મળી શકે છે. જો તમે પણ આ લક્ઝુરિયસ ક્રૂઝની મજા લેવા માંગતા હોવ તો આ માટે તમારે કંપનીની સાઈટ Royal Carbine.com પર જઈને બુકિંગ કરવું પડશે.
22 જૂનના રોજ તેની પ્રથમ ટ્રાયલ કરવામાં આવી
રોયલ કેરેબિયન ઈન્ટરનેશનલનું ‘આઈકન ઓફ ધ સી’ યુરોપિયન દેશ ફિનલેન્ડમાં બનાવવામાં આવી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તેઓ તેને સંપૂર્ણ ફેમિલી વેકેશન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. ગત તા. 22 જૂનના રોજ તેની પ્રથમ ટ્રાયલ કરવામાં આવી હતી. પ્રથમ ટ્રાયલ દરમિયાન આ ક્રુઝ જહાજમાં કેટલાય માઈલ સુધી મુસાફરી કરાવવામાં આવી હતી.આ દરમિયાન તેનું મુખ્ય એન્જિન, રડર, બ્રેક સિસ્ટમ, સ્ટીયરિંગ, અવાજ અને વાઇબ્રેશન લેવલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને નવા વર્ષની શરૂઆતથી 2024 માટે લોકો માટે ‘આઇકન ઓફ ધ સી’ ઉપલબ્ધ થશે. જાન્યુઆરી 2024 માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વાવમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા યુવકોએ કરી મહિલાઓની છેડતી, પછી જૂઓ લોકોએ શું કર્યા હાલ