ઈન્દોરમાં રંગપંચમીની ઉજવણી માટે ભેગી થયેલી હજારોની ભીડે એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો, ફોટો થયો વાયરલ
ઈન્દોર, 30 માર્ચ : ઈન્દોરમાં રંગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હાર્દસમા ગણાતા રજવાડા ખાતે લાખો લોકો રંગોમાં રંગાઈ ગયા હતા. ફાગ યાત્રા નીકળી રહી હતી, રંગોની છોળો ઊડી રહી હતી, પાણીની વર્ષા થઈ રહી હતી. લોકો પોતાની મસ્તીમાં નાચતા ગાતા તહેવારનો આનંદ માણી રહ્યા હતા. આ આનંદમય વાતાવરણમાં પણ શહેરવાસીઓએ પોતાની ધીરજ ગુમાવી નહતા. વાસ્તવમાં થયું એવું કે રંગપંચમીની ધમાલ વચ્ચે એક એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ દરમિયાન રોડ પર હજારોની સંખ્યામાં લોકો હાજર હતા.
#WATCH | Indore, Madhya Pradesh: Crowd makes way for an ambulance during Rang Panchami celebrations. pic.twitter.com/piIGGLhHoI
— ANI (@ANI) March 30, 2024
હજારો-લાખોની ભીડના ઘોંઘાટ છતાં એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને લોકોએ તેને રસ્તો આપ્યો જેથી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય. લોકોની સાથે રજવાડા ખાતે હાજર સુરક્ષાકર્મીઓએ એમ્બ્યુલન્સને બહાર કાઢવા માટે રસ્તો બનાવ્યો હતો. આટલી ભીડ હોવા છતાં એમ્બ્યુલન્સ થોડીવારમાં રજવાડા વટાવી ગઈ. શનિવારે રંગપંચમીમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી મોહન યાદવ પણ પહોંચ્યા હતા.