ક્રિકેટના નામે એક બદમાશે હોટેલ અને ઋષભ પંત સાથે કરી ઠગાઈ, પોલીસે ઝડપી લીધો
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂકેલા ક્રિકેટર મૃણાંક સિંહની નવી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશને છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. મૃણાંકે ઈન્ડિયા ટીમના ક્રિકેટર ઋષભ પંત સાથે 1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. તેમજ તેના પર હોટેલ તાજ પેલેસ સાથે રૂ. 5.53 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. મૃણાક સિંહને વૈભવી જીવન જીવવાનો શોખ છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃણાક સિંહે ઘણા મોટા લોકોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.
ક્રિકેટર હોટલના 5 લાખ ચૂકવ્યા વિના નીકળી ગયો
બુધવારે દિલ્હી પોલીસે છેતરપિંડી કરનાર મૃણાક સિંહની ધરપકડ કરી હતી, જેણે હરિયાણાનો ક્રિકેટ ખેલાડી હોવાનો દાવો કર્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી લોકો પાસેથી ગેરકાયદે પૈસા પડાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે જુલાઈ 2022માં તાજ પેલેસ હોટેલમાંથી 5,53,000 રૂપિયાની ઠગાઈ કરી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે તે IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તે જુલાઈ 2022માં લગભગ 7 દિવસ હોટલમાં રહ્યો હતો અને લગભગ રૂ. 5.53 લાખનું બિલ ચૂકવ્યા વગર હોટેલમાંથી નીકળી ગયો હતો.
આરોપીને વૈભવી જીવનનો શોખ
આરોપી મૃણાંક સિંહે કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારી હોવાનો ઢોંગ કરીને ભારતભરની અનેક લક્ઝરી હોટલોના માલિકો સાથે છેતરપિંડી કરી હતી. આમાં ભારતીય ક્રિકેટર ઋષભ પંતનું નામ પણ સામેલ છે. મૃણાંકે ઋષભ પંતને સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો મેળવવાની લાલચ આપી હતી. મૃણાંકે 2020માં ઋષભ પંત સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જો કે, હાલમાં તમામ વિગતોને આધારે તેની ઝડપી લેવામાં આવ્યો છે. અને આ અંગે પૂછપરછ કરાઈ રહી છે.
આ પણ વાંચો: ICICI BANKના પૂર્વ MD ચંદા કોચર પર ટામેટા પેસ્ટ કંપની સાથે છેતરપિંડીનો આરોપ