શાળામાં શિક્ષકોએ ચાલુ ક્લાસે આ એક કામ કર્યું તો નોંધાશે ફોજદારી ગુનો
- શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય
- શાળાની અમુક ત્રિજ્યાના અંતરમાં તમાકુ કે સિગારેટ-મસાલાના ઉત્પાદનોનું વેચાણ
- ચાલુ ક્લાસે મસાલો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે
શિક્ષકોએ સ્કૂલમાં ચાલુ ક્લાસે મસાલો ખાધો તો હવે ફોજદારી ગુનો નોંધાશે. જીવન ઘડતરના બદલે વ્યસનના પાઠ ભણીને જાય તે મોટું લાંછન છે. તેથી COS દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યની સ્કૂલોમાં બાળકોની હાજરીમા જ શિક્ષકો તેમજ આચાર્યો તમાકુ ખાતા હોવાનું ખુદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી (COS) દ્વારા સ્વિકાર્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીની શરૂઆત, જાણો હવમાન વિભાગે શું કરી આગાહી
ચાલુ ક્લાસે મસાલો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે
COS દ્વારા તમામ જિલ્લાના ડીઈઓ મારફતે સ્કૂલોને જણાવ્યું છે કે, બાળકો જીવન ઘડતરના બદલે વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે મોટુ લાંછન છે. જેથી હવે જો ચાલુ ક્લાસે મસાલો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે તેવી આડકતરી રીતે COS દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ-મસાલા જેવા તમાકુના ઉત્પાદનોના વેચાણ થાય છે.
શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય
આ સિવાય શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે. જેથી શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીયા બાબત છે.