નેશનલ

ઝારખંડ: એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીને જીવતી સળગાવી

Text To Speech
  • યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

  • રાંચીના રિમ્સમાં રિફર કરવામાં આવી

  • યુવતીએ પોલીસને પોતાના નિવેદનમાં આપવીતી જણાવી

દુમકામાં ફરી એક વખત એકતરફી પ્રેમમાં એક યુવતીને જીવતી સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ખરાબ રીતે દાઝી ગયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની ગંભીર હાલતને જોતા તેમને રાંચીના રિમ્સમાં ખસેડવામાં આવી છે. યુવતીએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે લગ્નની ના પાડી હતી. જેનાથી નારાજ યુવકે પેટ્રોલ છાંટીને સળગાવી હતી. આ ઘટના બાદથી આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે. અગાઉ અંકિતા નામની યુવતીને શાહરૂખ નામના યુવકે તેના ઘરમાં જીવતી સળગાવી હતી.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીના રાજકીય શાસનના 21 વર્ષ પૂર્ણ: ગુજરાત મોડેલથી લઈ મેક ઈન ઈન્ડિયા સુધીની સફર

આ ઘટના ભાલકી પંચાયતના ભરતપુર ગામની છે. જ્યાં મારુતિ કુમારી નામની યુવતીને, પરિણીત પ્રેમી રાજેશ રાઉતે ગઈકાલે રાત્રે પેટ્રોલ નાંખીને સળગાવી દીધી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દુમકા પોલીસ આરોપીઓને પકડવા માટે દરોડા પાડી રહી છે. પરંતુ હજુ સુધી તેના વિશે કંઈ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં પીડિતા 70 ટકા સુધી દાઝી ગઈ છે.

મારુતિ કુમારી અને રાજેશ રાઉતની મિત્રતા વર્ષ 2019માં થઈ હતી. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજેશ રાઉતે બીજે લગ્ન કરી લીધા હતા. આ પછી મારુતિના પરિવારજનોએ પણ તેના લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કર્યું. પરંતુ રાજેશ રાઉતે મારુતિને કહ્યું હતું કે, હું પણ તારી સાથે લગ્ન કરીશ અને જો તું લગ્ન નહીં કરે તો અંકીતા જેમ તને સળગાવી દઈશ.

આ ઘટના ગત રાત્રે બની હતી. રાજેશે દરવાજો તોડીને મારુતિના ઘરમાં પ્રવેશ કર્યો અને તેના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. રાજેશ રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મહેશપુર ગામનો રહેવાસી છે.

આ પહેલા દુમકામાં 23 ઓગસ્ટે 12મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને એકતરફી પ્રેમમાં તેના જ ઘરમાં જીવતી સળગાવી દેવામાં આવી હતી. તે યુવતીને જ પ્રેમ કરતો હતો અને તેના પર લગ્ન માટે વારંવાર દબાણ કરતો હતો. શાહરૂખે મોડી રાત્રે સૂતી વખતે અંકિતાને બારીમાંથી પેટ્રોલ નાંખીને આગ ચાંપી દીધી હતી, જેમાં તે 90 ટકા દાઝી ગઈ હતી.

Back to top button