ગુજરાતટોપ ન્યૂઝ

સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો પર તવાઈ   

Text To Speech

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી ગુજરાતનાં ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને બહાર નીકળવા  એક મોટી મુહિમ ચાલી રહી છે ત્યારે પોલીસને ઘણી મોટી સફળતા મળી રહી છે અને લોકો પણ ખૂલીને સામે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ગણા વર્ષોથી વ્યાજખોરોના આતંકથી લાખો લોકો પરેશાન થઈ ગયા હતા પણ મજબૂરીમાં કઈ કરી શકતા નહોતા ત્યારે હવે ગુજરાત સરકાર તેમની વારે આવી છે અને આ બાબતે સહેજ પણ ઢીલું સંકેલવા માગતી ન હોય તેવું પ્રથમ દ્રષ્ટિ એ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બાબતે કડક વલણ અપનાવી રહ્યા હોય તેવા સ્પષ્ટ સંકેત હાલ દેખાઈ રહ્યા છે. ગઈ કાલે હર્ષ સંહવી ધ્વારા ગુજરાતનાં તમામ જિલ્લાના પોલીસ વડા, શહેરોના તમામ કમિશનર અને રાજ્યના પોલીસ વડાઓ સાથે આ બાબતે બેઠક કરી સ્પષ્ટતા સાથે નિર્દેશ આપવામાં આવ્યો છે જેમ બને એમ જલ્દીથી આ બધા કેસોનો નિકાલ આવે તથા શક્ય તેટલા લોકોને એમના વધારાના પૈસા પરત મળે તે માટે પૂરતો પ્રયત્ન કરવા અને કોઈ પણ પોલીસ અધિકારી આ બાબતમાં થોડી પણ ઢીલાશ રાખશે તો તેના પર પણ કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો.

આ પણ વાંચો : દાઉદની મદદ કરનાર ગુટકાકિંગ જે.એમ.જોશી અને અન્ય બે જણને 10 વર્ષની કેદ, જાણો શું છે સમગ્ર મામલો

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો આ ચંગુલમાં ફસાતા હોય છે ત્યારે સરકારે પણ દૃઢ નિશ્ચય કર્યો હોય  એમ સહેજ પણ ઢીલાશ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવા નિર્દેશ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાત પોલીસને વ્યાજખોરોને પકડવામાં સારી એવી સફળતા હાંસલ થઈ છે મહેસાણા, રાજકોટ, સુરત અને પાટણ સહિત અનેક જિલ્લામાં લોકો સામે આવી રહ્યા છે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે.

Back to top button