દાંતામાં બકરી ચરાવતા ગોવાળને સાપ કરડ્યો : 108ના કર્મીઓએ હેડ ઓફિસની સૂચના મુજબ સારવાર કરી જીવ બચાવ્યો
પાલનપુર: દાંતાની 108ની ટીમે એક ગોવાળને કરડેલા સાપની સારવાર અમદાવાદની હેડ ઓફિસના ડોકટરના માર્ગદર્શન મુજબ દર્દીની સારવાર કરીને તેનો જીવ બચાવી લીધો છે. જેની લોકો પ્રસંશા કરી રહ્યા છે.
બજારમાં રૂ.1 બજારમાં મળતું ઇન્જેક્શન 108 માં મફત અપાય છે
દાંતા 108ની ટીમને કુંડેલ ગામમાં એક વ્યક્તિને સાપ કરડયો છે. તેવો કોલ મળતા 108ના ટીમના પાયલોટ સજ્જનસિંહ તેમજ ઈએમટી અલકાબેન તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, પસાભાઈ સવાજી રબારી (ઉં.વ.૩૫) બકરીઓ ચરાવી રહ્યા હતા ત્યાં અચાનક ઝેરી સાપ તેમને કરડ્યો હતો. જેથી તાત્કાલિક 108 ના EMT અલ્કાબેનએ સ્પલિંટ કરીને અમદાવાદ હેડ ઑફિસના ડૉકટરનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમણે જે મુજબ સૂચના આપી તે પ્રમાણે ઇન્જેકશન પેરાસીટામોલ, એવીલ, ASV, અને NS વગેરે જેવી સારવાર આપીને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ વધુ ઝેરની અસર થાય તે પહેલાં પ્રાથમિક સારવાર મળતા દર્દીનો જીવ બચી ગયો હતો.
આ અંગે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયારે જણાવ્યું હતુ કે, ટૂંક સમયમાં વરસાદના કારણે સાપ કરડવાના કેસ વધુ આવતા હોય છે. તેને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી.અને તે જ પ્રકારની એક ઘટના સામે આવી છે. બજારમાં અંદાજે રૂ. 1 હજાર થી વધુ કિંમતમાં મળતા ASV (એન્ટી સ્નેક વીનમ ) ઇન્જેક્શન 108 એમ્બ્યુલન્સમાં નિ:શુલ્ક આપવામાં આવતા હોય છે. અને દર્દીનો મહામૂલો જીવ બચતો હોય છે.