ફૂડહેલ્થ

ગાય કે ભેંસ? જાણો કયા ઘીમાં વધુ શક્તિ અને સ્વાદ હોય છે, શું કહે છે આયુર્વેદ

Text To Speech

ઘીનું સેવન જો યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે નિષ્ણાતો ડાયટમાં ઘીનો સમાવેશ કરવાની સલાહ આપે છે. ઘી માત્ર ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.આયુર્વેદમાં ઘીને એક શક્તિશાળી ખાદ્ય પદાર્થ માનવામાં આવે છે. ભારતમાં દાળ, ખીચડીથી માંડીને હલવો અને રોટલી એમ દરેક વસ્તુમાં ઘી ઉમેરીને ખાવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે ઘી સાથે રાંધવાથી રિફાઈન્ડ તેલ કરતાં વધુ ફાયદો થઈ શકે છે. ઘીમાં હેલ્ધી ફેટ અને વિટામિન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘી હોર્મોન્સનું સંતુલન અને સ્વસ્થ કોલેસ્ટ્રોલ જાળવવામાં પણ મદદરૂપ છે.
એકંદરે ઘી સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ત્વચા, વાળ, મગજ, વજન ઘટાડવા, ત્વચાને ગ્લોઇંગ બનાવવા, હાડકાંને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભેંસ કે ગાયના દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે. પરંતુ હંમેશા એવો પ્રશ્ર્ન થાય છે સૌથી શ્રેષ્ઠ ઘી ક્યું છે? ફેમસ ન્યુટ્રિશનિસ્ટ આ સવાલનો જવાબ આપી રહ્યા છે.

ઘી પોષક તત્વો : ઘી ટેસ્ટી હોવાથી સાથે સાથે અનેક પોષક તત્વોનો ભંડાર હોય છે. જો આપણે ગાયના ઘીની વાત કરીએ તો તે વિટામિન એ, ડી, ઇ અને કેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે શરીરની સારી કામગીરી અને વિકાસને પ્રોત્સાહન આપે છે. તેમાં વિવિધ પ્રકારના એન્ટી-ઓક્સિડેન્ટ જોવા મળે છે, જે શરીરમાં ફ્રી રેડિકલ ડેમેજને અટકાવે છે, જે હૃદય અને અન્ય પ્રકારના કેન્સરનું મુખ્ય કારણ છે.

ગાયના ઘીના ફાયદા : ગાયનું ઘી પીળા રંગનું હોય છે અને તેના સ્વાસ્થ્ય માટે ઘણા અદ્ભૂત ફાયદા છે. તેમાં વિટામિન, મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફેટની માત્રા ઓછી હોય છે. તે બાળક અને પુખ્ચ વયના લોકોને વજન ઘટાડવામાં અને સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે.

ભેંસના ઘીના ફાયદા : ભેંસનું ઘી સફેદ રંગનું હોય છે અને તેના સ્વાસ્થ્ય માટે બહુ ફાયદા નથી. જો કે તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય તેમાં ફેટનું પ્રમાણ પણ વધારે હોય છે.

આયુર્વેદમાં ઘી ખાવાના ફાયદા : આયુર્વેદિક સાહિત્યમાં ઘીને શરીર માટે લાભકારી માનવામાં આવ્યું છે. તે શરીરમાં સપ્ત ધાતુના નિર્માણમાં મદદ કરે છે. એટલું જ નહીં, તે એન્ટી- ઓકિસડન્ટ, વિટામિન એ, ઇ અને ડી જેવા ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સથી સમૃદ્ધ છે. શરીરમાં વધી ગયેલા વાત, પિત્ત અને કફ દોષોને પણ ઘી શુદ્ધ કરે છે.

મહત્તમ લાભ લેવા માટે કેવી રીતે ખાવું જોઇએ ઘી? : ઘી ખાવાની ઘણી રીતો છે પરંતુ ઘીનો મહત્તમ લાભ મેળવવા માટે તેનું સેવન કેવી રીતે કરવું જોઈએ તે જાણવું જરૂરી છે. સરળ જવાબ છે કે તમે તેને તમારા શાક, રોટલી કે દાળમાં ઉમેરીને ખાવ. એક વાતનું ધ્યાન રાખો કે ફ્લેમ પર વધુ ગરમ થવાથી તેનો સ્વાદ અને પોષણ ઘટી શકે છે. આ સિવાય તમે તમારા દૂધમા ઘી મિક્સ કરીને પણ લઈ શકો છો.

Back to top button