અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના Riverfront પર અદ્યતન સુવિધાવાળું બનશે કન્વેન્શન સેન્ટર, જાણો તમામ વિગતો

અમદાવાદ, 6 ડિસેમ્બર, આપણે સૌ જાણીએ છીએ કે, અમાદાવાદની આગવી ઓળખ તરીકે રિવરફ્રન્ટ આવેલું છે. આ રિવરફ્રન્ટની મુલાકાતે વિદેશીઓ પણ આવે છે. તે ઉપરાંત રિવરફ્રન્ટ પરની નજીક વિવિધ સુવિધાઓ પણ સજ્જ કરવામાં આવી છે. ત્યારે રિવરફ્રન્ટની શાનમાં વધુ એક વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં રિવરફ્રન્ટથી નજીક ટાગોર હોલની પાછળ 21 હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં ઈન્ટરનેશનલ લેવલનું કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવશે, એટલું જ નહીં આ કન્વેન્શન સેન્ટરમાં ઓપન એર થિએટર, 300 રૂમની હોટેલ, પફોર્મિંગ આર્ટ થિએટર અને એક્ઝિબિશન સેન્ટર બનાવવામાં આવશે.

અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર મળશે. અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Riverfront પર કન્વેન્શન, કલ્ચર અને બિઝનેસ સેન્ટર બનાવવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઈને અમદાવાદના રિવરફ્રન્ટ પર ટાગોર હોલની પાછળ 21 હજાર ચોરસ મીટર જગ્યામાં મ્યુનિ.એ 792.5 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું કન્વેન્શન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી છે. Amdavad મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્ટેન્ડિંગ કમિટીએ આજે ​​તેની બેઠકમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ કન્વેનશન સેન્ટરમાં 300 રૂમની હોટેલ, ઓપન એર થિયેટર, પરફોર્મિંગ આર્ટ થિયેટર, એક્ઝિબિશન હોલ પણ હશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં 4,000 ચોરસ મીટરનો એક્ઝિબિશન હોલ, 4,000 ચોરસ મીટરનો કન્વેન્શન હોલ, 20 મીટિંગ રૂમ, 1500 સીટર પર્ફોર્મિંગ આર્ટ થિયેટર, 300 રૂમની હોટેલ, 300-400 વ્યક્તિઓ માટે થિયેટર ડોમ, 06-06 સાઈઝમાં સાંસ્કૃતિક થિયેટર, 08-06 વ્યક્તિઓ માટે થિયેટરનો સમાવેશ થાય છે.

રિવરફ્રન્ટમાં આ સ્થળને ડેસ્ટિનેશન વેડિંગ તરીકે વિકસાવવાની ક્ષમતા છે. હાલના રિવરફ્રન્ટ મલ્ટી લેવલ પાર્કિંગ સિવાયના પૂરતા વધારાના પાર્કિંગ અને સેવા વિસ્તારોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી કન્વેન્શન સેન્ટર સાથે જોડાયેલા અપેક્ષિત ટ્રાફિકને સંબોધવા માટે, AMC દ્વારા આશ્રમ રોડ સાથે જોડાયેલ ટાઉન પ્લાનિંગ (TP) રોડનો વિકાસ કરવામાં આવશે.

કન્વેન્શન સેન્ટર બનાવવામાં અંદાજે 258 કરોડથી વધુનો ખર્ચો થશે. જેમાં ડેટેલ બનાવવામાં 315 કરોડ રૂપિયા, પફોર્મિંગ આર્ટ થિએટર માટે 82.5 કરોડનો ખર્ચો થશે. કન્વેન્શન સેન્ટર માટે રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે. જ્યારે બાકીના 292 કરોડ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે. કન્વેન્શન સેન્ટર સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે પાલડી વિસ્તારમાં ટાગોર હોલ, સંસ્કાર કેન્દ્ર અને સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટરની નજીક આવેલા પ્લોટ પર આવશે. AMCની અખબારી યાદી મુજબ વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટેના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો..BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીની આજે સુનાવણી

Back to top button