ગુજરાત

પારંપારિક ચિકિત્સા પદ્ધતિ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • સૌરાષ્ટ્રમાં મેડિકલ ડિવાઇસ પાર્ક તથા અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ પ્રગતિમાં
  • કોરોના પછી આયુર્વેદિક ઉત્પાદનોની માગ દુનિયાભરમાં વધી : મુખ્યમંત્રી
  • ભારતને ‘ફર્મસી ઓફ્ ધ વર્લ્ડ’ તરીકે માન્યતા આપવામાં આવી

ગાંધીનગરમાં G-20 અંતર્ગત ટ્રેડિશનલ ગ્લોબલ મેડિસિન વિષય ઉપર પરિષદ યોજાઈ છે. જેમાં ઇન્ડિયા મેડટેક એક્સપો-2023 17થી 19 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં જી20 સમિટના ભાગરૂપે ટ્રેડિશનલ ગ્લોબલ મેડિસિન વિષય ઉપર યોજાયેલી પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળા, દવાઓ અને અન્ય ઉત્પાદનોએ લોકોની રોગપ્રતિકાર શક્તિ વધારવામાં મોટું યોગદાન આપ્યું હતું અને કોરોના પછી દુનિયાભરમાં આયુર્વેદિક ઉત્પાદનોની માગ વધી છે તથા પારંપારિક ચિકિત્સા પદ્ધતિ આરોગ્ય રક્ષા ક્ષેત્રે રાહબર બની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા શહેરોમાં આવશે મેઘરાજાની સવારી 

આયુષ સેવાઓનું આવનારા વર્ષોમાં વિકસતા દેશો સાથે આદાનપ્રદાન થશે

આ પરિષદમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડૉ. ટેડ્રોસ અધનોમ ગ્રેબિયેસસ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ભૂતાનના આરોગ્યમંત્રી લ્યોંપો દશો દેચેન વાગ્મો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટયૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદમાં 14 વિભાગો અને 6 પ્રયોગશાળા કાર્યરત છે, એમ ઉલ્લેખી આયુષ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ તથા ઇનોવેશનની સંભાવના અસીમિત હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. એમણે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, હીલ ઇન ઇન્ડિયા, હીલ બાય ઇન્ડિયા- નીતિ હેઠળ આયુષ સેવાઓનું આવનારા વર્ષોમાં વિકસતા દેશો સાથે આદાનપ્રદાન થશે.

આ પણ વાંચો: ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સુત્રા નામના સિંહનું મોત, ‘ગ્રીવા’ સિંહણ હવે એકલી પડી 

ભારતને ‘ફર્મસી ઓફ્ ધ વર્લ્ડ’ તરીકે માન્યતા આપવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ્ ફર્માસ્યુટિકલ્સ, ફ્ક્કિી અને મેડટેક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત ઇન્ડિયા મેડટેક એક્સપો-2023નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો. મેડટેક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હોસ્પિટલ્સ, રિસર્ચર્સ અને ઇન્વેસ્ટર્સ સહિત બધા જ સ્ટેક હોલ્ડર્સને અંડર વન અમ્બ્રેલા લાવનારું આ એક્ઝિબિશન 17 થી 19 ઓગસ્ટ સુધી ચાલશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ફર્માસ્યુટિકલ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશા મળી છે. જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ જણાવ્યું કે ભારતને ‘ફર્મસી ઓફ્ ધ વર્લ્ડ’ તરીકે માન્યતા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં મેડિકલ ડિવાઇસ પાર્ક તથા અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ પ્રગતિમાં

મેડિકલ ટેક્નોલોજી ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યમીઓ, સ્ટાર્ટઅપ્સ, હૉસ્પિટલ્સ, રિસર્ચર્સ, ઇન્વેસ્ટર્સ સહિત તમામ સ્ટેક હૉલ્ડર્સને એક છત્ર નીચે લાવનારું આ પ્રદર્શન 19મી સુધી ખુલ્લું રહેવાનું છે. મુખ્યમંત્રીએ, મોંઘી આરોગ્ય સેવાઓ, સાધનો, દવાઓ હવે સામાન્ય લોકોને, ગરીબોને આસાનીથી મળતા થયા છે. ફાર્મા સેક્ટરમાં ગુજરાત એક મોટું નિકાસકર્તા રાજ્ય હોવાનું ઉલ્લેખી, તેમણે કહ્યું કે, સૌરાષ્ટ્રમાં મેડિકલ ડિવાઇસ પાર્ક તથા અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ પ્રગતિમાં છે. ગુજરાત દવાઓના ઉત્પાદનમાં 30 ટકા હિસ્સો ધરાવતું હોવાનું પણ તેમણે ઉલ્લેખ્યું હતું.

Back to top button